અમદાવાદ
અમદાવાદ જિલ્લાના બાવળાના રોહિતવાસમાં પિતાએ પુત્રને ગાળ બાલવાની ના પાડતા પુત્રએ પથ્થર મારીને તેમને મોતને ઘાટ ઉતાર્યાની ચોકાવનારી ઘટના બની છે. જે અંગે બાવળા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પુત્રની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. અમદાવાદ જિલ્લાના બાવળાના રોહિતવાસમાં વસંતભાઇ ચૌહાણ તેમના એકના એક પુત્ર બકુલ સાથે રહેતા હતા. જે વસંતભાઇ સાથે અવારનવાર નાની નાની બાબતોને લઇને તકરાર કરતો હતો. સોમવારે રાતના સમયે ફરીથી તેણે વસંતભાઇ સાથે માથાકુટ કરી હતી અને અપશબ્દો બોલવાના શરૂ કરતા વસંતભાઇએ તેને ગાળો બોલવાની ના પાડી હતી. તેણે ખાટલા પર સુઇ રહેલા વસંતભાઇ પર પથ્થર મારવાના શરૂ કર્યા હતા. આ સમયે આસપાસના લોકોએ ડરી ગયા હતા અને તેમણે પોતાના ઘરના દરવાજા બંધ કરી દીધા હતા. લગભગ ૧૦ મિનિટ બાદ વાતાવરણ શાંત થતા પાડોશીઓ તપાસ કરવા ગયા ત્યારે જોયું તો વસંતભાઇ ખાટલા પર લોહીલુહાણ હાલતમાં તરફડિયા મારી રહ્યા હતા અને તેમનો પુત્ર બકુલ બાજુમાં ઉભો હતો. જે પાડોશીને જોઇને ઘરમાં ચાલ્યો ગયો હતો. આ દરમિયાન ૧૦૮ એમ્બ્યુલન્સમાં સરકારી દવાખાને લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને તબીબે મરણ જાહેર કર્યા હતા. જે અંગે બાવળા પોલીસે હત્યાનો ગુનો નોંધીને બકુલની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
https://ift.tt/OJkB7bq
0 ટિપ્પણીઓ