કોરોના રસીથી થયેલા મોત માટે અમે જવાબદાર નથી : કેન્દ્રએ હાથ ઊંચા કર્યા


- કોરોનાકાળમાં જાહેર સેવાના ઉપયોગ માટે પણ રસી ફરજિયાત હતી

- રસીથી મૃત્યુ થાય તો વળતર માટે કોર્ટમાં જાઓ : રસીની આડઅસરથી દેશમાં માત્ર એક મોત થયાનો સરકારનો દાવો

નવી દિલ્હી : દેશમાં કોરોનાકાળ દરમિયાન લોકોને કોરોનાની રસી લેવાની ફરજ પાડનાર કેન્દ્ર સરકારે હવે દેશમાંથી બીમારીનો પ્રકોપ ઘટતા જ હાથ ઊંચા કરી દીધા છે. કેન્દ્ર સરકારે કોરોના રસીની આડઅસરથી થતા મોત માટે તેની કોઈ જવાબદારી નહીં હોવાનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ આપીને જણાવ્યું છે. એટલું જ નહીં સરકારે એમ પણ કહ્યું કે, કોરોના રસી લેવી કાયદાકીય રીતે ફરજિયાત નથી.

દેશ-દુનિયામાં કોરોના મહામારી ફાટી નીકળી ત્યારે કેન્દ્ર સરકારે ઉતાવળે બીમારી વિરોધી રસીના ઈમર્જન્સી વપરાશને મંજૂરી આપી દીધી હતી. ત્યાર પછી સરકારે દેશભરમાં લોકોને રસી લેવાની ફરજ પાડી હતી. રસી લીધાનું પ્રમાણપત્ર ન હોય તો લોકોને જાહેર પરિવહન સહિતની જાહેર સેવાઓનો ઉપયોગ કરતા અટકાવી દેવાયા હતા.

હવે દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ ઘટી ગયો છે અને કોરોના દૈનિક કેસો બે વર્ષના તળીયે પહોંચી ગયા છે. તેવા સમયમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ દાખલ કરીને કહ્યું કે, કોરોનાની રસી માટે થયેલા મોત મુદ્દે દીવાની કોર્ટમાં કેસ દાખલ કરીને વળતરની માગણી કરી શકાય છે. પરંતુ કોરોના રસીના કોઈપણ પ્રતિકૂળ પ્રભાવ માટે કેન્દ્રને જવાબદાર ઠેરવી શકાય નહીં.

કોરોના રસીની આડઅસરના કારણે બે પુત્રીઓના મોત પર માતા-પિતાએ દાખલ કરેલી અરજીના સંદર્ભમાં કેન્દ્રે સુપ્રીમ કોર્ટમાં આ સોગંદનામુ રજૂ કર્યું હતું. સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું કે, રસીના ઉપયોગથી થતા મોત માટે વળતર મેળવવા માટે સરકારને જવાબદાર ઠેરવી શકાય નહીં.

કેન્દ્ર સરકારે યુગલની બે પુત્રીઓના મોત પર સંવેદનાઓ વ્યક્ત કરી અને કહ્યું કે રસીની આડઅસરની તપાસમાં રસીીથી માત્ર એક જ મોત થયું હોવાનું સામે આવ્યું છે. અન્ય મોત રસીના કારણે થયા નથી. આ સાથે સ્વાસ્થ્ય મંત્રાલયે વળતરની માગણી ફગાવી દીધી હતી. કેન્દ્રે સુપ્રીમને કહ્યું કે, ઈન્ફોર્મ કન્સેન્ટનો કન્સેપ્ટ રસી જેવી દવાના સ્વૈચ્છિક વપરાશ પર લાગુ નથી થતો. સરકારે એક અરજીમાં કહ્યું હતું કે, સરકાર દરેક વ્યક્તિને રસી લગાવવા માટે પ્રોત્સાહિત કરે છે, પરંતુ કાયદાકીય રીતે તે ફરજિયાત નથી.



https://ift.tt/IA50CRT from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Me8AJf

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ