ભારત વિશ્વથી અલગ રહી શકશે નહીં, થોડી મંદી આવશે : દીપક પારેખ


- જો કે ભારત સૌથી ઝડપથી વિકાસ પામતા અર્થતંત્રો પૈકીનું એક બની રહેશે

- ભારતીય અર્થતંત્રનું કદ આગામી પાંચ વર્ષમાં 3.4 ટ્રિલિયન ડોલરથી વધીને 7.5 ટ્રિલિયન થવાની શક્યતા

- હું ભારત માટે અત્યારે જેટલો આશાવાદી છું તેટલો આશાવાદી અગાઉ ક્યારેય પણ ન હતો : દીપક પારેખ

- 2031 સુધીમાં ભારતમાં 2.5 કરોડ પરિવારની વાર્ષિક આવક વધીને 35,000 ડોલર થવાનો અંદાજ : અહેવાલ

આ જ સમયગાળામાં ભારતની માથાદીઠ આવક પણ 23000 ડોલરથી વધીને 5200 ડોલર થવાનો અંદાજ

નવી દિલ્હી : ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકાસ પામતા અર્થતંત્રો પૈકીનું બની રહેશે પણ ભારત વિશ્વની અલગ રહી શકશે નહીં અને તેને પણ કેટલીક મંદીનો સામનો કરવો પડશે તેમ એચડીએફસી લિમિટેડના ચેરમેન દીપક પારેખે એક નિવેદનમાં જણાવ્યું છે. 

પારેખે વર્લ્ડ કોંગ્રેસ ફોર એકાઉન્ટ્સમાં જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્રનું કદ આગામી પાંચ વર્ષમાં ૩.૪ ટ્રિલિયન ડોલરથી વધીને ૭.૫ ટ્રિલિયન ડોલર થઇ શકે છે. ભારતીય અર્થતંત્રના વિકાસની ઝડપ ખૂબ જ ઉત્સાહજનક છે. 

તેમના મતે ૨૦૨૨માં ભારતીય અર્થતંત્ર સાત ટકાના દરે વિકાસ કરશે. એક રિસર્ચ રિપોર્ટનો સંદર્ભ આપતા પારેખે જણાવ્યું હતું કે ભારતમાં વાર્ષિક ૩૫૦૦૦ ડોલરની આવક ધરાવતા મધ્યમ વર્ગીય પરિવારોની સંખ્યા ૫૦ લાખથી વધીને ૨૦૩૧ સુધીમાં ૨.૫ કરોડ થઇ જશે. આ જ સમયગાળામાં ભારતની માથાદીઠ આવક ૨૩૦૦ ડોલરથી વધીને ૫૨૦૦ ડોલર થઇ જશે.

પારેખે જણાવ્યું હતૂું કે ભારતમા હાલમાં અનેક સુધારા થઇ રહ્યાં છે. આજે હું ભારત વિશે જેટલો આશાવાદી છે તેટલો અગાઉ ક્યારેય ન હતો. સરકારના સુધારાઓ સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહિત કરી રહ્યાં છે. તેમણે ફાઇવજી સેવાની શરૂઆત અને ગતિ શક્તિની પણ પ્રશંસા કરી હતી.

પારેખના જણાવ્યા અનુસાર ભારતે ફાઇનાન્સ અને ડિજિટલ ક્ષેત્રે સારી પ્રગતિ કરી છે. ભારતીય અર્થતંત્ર સર્વિસ આધારિત હોવાથી અત્યાર સુધી ભારત વિશ્વની બેક ઓફિસ તરીકે ઓળખાતું હતું. જો કે ભારત હવે મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં પણ હરણફાળ ભરી રહ્યું છે. 

અમેરિકામાં તાજેતરના ફુગાવાના આંકડામાં સામાન્ય ઘટાડો જોવા મળતા એવી આશા રાખવામાં આવી રહી છે કે ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં સામાન્ય વધારો કરશે.



https://ift.tt/J8j5FIU from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/QXplNWd

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ