કતારમાં રમાય છે ફૂટબોલ અને કેરલમાં ચાહકો કેમ ઝગડયા ? બે ગુ્પોએ એક બીજાના ફોડયા માથા


તિરુઅનંતપૂરમ,૨૨ નવેમ્બર,૨૦૨૨,બુધવાર 

અરબ દેશ કતારમાં ફીફા વિશ્વકપનો ધમાકેદાર શરુઆત થઇ છે. ઓલિમ્પિકસ પછી વિશ્વના સૌથી મોટા રમતોત્સવને લઇને ફૂટબોલના ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહયો છે. ભારત ફૂટબોલ વિશ્વકપમાં રમતું નથી પરંતુ ફૂટબોલ વિશ્વકપની દિવાનગી ચોકકસ જોવા મળે છે. ફૂટબોલ પ્રેમીઓ પોતાને ગમતી ટીમનું સર્મથન કરી રહયા છે. કેરલમાં ફૂટબોલ રસિકોને વિશેષ લગાવ છે. ફૂટબોલની બે ટીમના સમર્થનમાં કેરલના કોલ્લમ ખાતે બે સમર્થકો વચ્ચે હાથાપાઇ થઇ. એક ગ્રુપ બ્રાઝિલ અને બીજુ ગુ્પ આર્જન્ટિનાની ફૂટબોલ ટીમને પસંદ કરતું હતું.

આ મારપીટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં આર્જન્ટિના અને બ્રાઝિલના ફુટબોલ ચાહકોને અંદરો અંદર ચડસા ચડસી કરતા જણાતા હતા. કેરલ પોલીસે આ વીડિયોની ગંભીર નોંધ લઇને તપાસ કરતા કોલ્લમના શકિત કુલગંરા ગ્રામીણ વિસ્તારની ઘટના જણાઇ હતી. અજાણ્યા લોકો પર કલમ આઇપીસી ૧૬૦ હેઠળ અશાંતિ ફેલાવવાનો અને તોફાન કરવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર  કતારમાં ફિફા કપનું ઉદઘાટન થયા પછી ફૂટબોલ ચાહકો દ્વારા એક રોડ શો કરવામાં આવ્યો હતો. ફૂટબોલ પ્રેમીઓનો રોડ શો શકિતકુલંગરાના એક કબ્રસ્તાન નજીક પહોંચ્યો ત્યાં જ કોઇ વાતમાં બંને સમૂહો વચ્ચે તૂંતૂં મૈ મૈ થઇ જેમાંથી એક બીજાની મારપીટ કરવા લાગ્યા હતા. બંને ગુ્રપના લોકો બ્રાઝિલ અને આર્જન્ટિનાનો ઝંડો હાથમાં લઇને પ્રહાર કરવા લાગ્યા હતા છેવટે લાકડીઓ ફટકારવા લાગ્યા હતા. આસપાસના લોકોને જાણ થતા દોડી આવ્યા હતા અને બંને ગ્રુપ છુટા પાડયા હતા.



https://ift.tt/IqYO937 from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/j4YbvfZ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ