રેલવેમાં જનરલ ટિકિટ ખરીદનાર 'એપ' દ્વારા બુકિંગ કરાવી શકે છે


- પહેલા માત્ર પાંચ કિ.મી. જવા માટે એપ દ્વારા બુકિંગ થઈ શકતું હતું : હવે 20 કિ.મી. માટે પણ એપ દ્વારા બુકિંગ થઈ શકશે

નવી દિલ્હી : ભારતીય રેલ્વેએ જનરલ બોગી એટલે કે રિઝર્વેશન વિનાના ડબાઓ માટેપણ ટિકિટ બુકિંગમાં મોટી રાહત આપી છે હવે રેલવેના યુટીએસ એમ ઉપર પણ જનરલ ટિકિટનું બુકિંગ થઈ શકશે. યાત્રીઓ પહેલા આ એપ ઉપર પાંચ કિ.મી. સુધીના જ અંતર માટે ટિકિટ બુક કરાવી શકતા હતા હવે તેનો વ્યાપ વધારી ૨૦ કિ.મી. કરવામાં આવ્યો છે. એટલે કે ૨૦ કિ.મી. સુધી મુસાફરી કરવા માટે તમારે ટિકિટ કાઉન્ટર સુધી જવું જ નહિ પડેતેને બદલે 'એપ' દ્વારા જ બુકિંગ કરાવી શકશો. (તેથી વધુ અંતરમાં તો થઈ જ શકે.) આથી અન-રિઝર્વ્ડ ટિકિટ ઉપર મુસાફરી કરનારાઓ આ સુવિધાનો લાભ ઉઠાવી શકશે તેટલું જ નહિ પરંતુ તેથી ઓછા અંતર સુધીની મુસાફરી કરનારા પણ આ નવી સુવિધાનો લાભ લઈ શકશે. તેઓને ધક્કા મુક્કી વાળા કાઉન્ટર ઉપર જવાની જરૂર નહી રહે. ઘેર બેઠા જ મોબાઇલ ઉપર જનરલ ટિકિટ મેળવી શકાશે આથી રેલવેને પણ ફાયદો થશે કારણ કે કાઉન્ટર તરફ જતી લાઇનની વ્યવસ્થા કરવાની જવાબદારી ઘટી જશે.

આ રીતે મોબાઇલ દ્વારા ટિકિટ મેળવવી હોય તો મોબાઇલમાં યુટીએસ એપ ડાઉનલોડ કરવાનું રહે છે તે પછી બુકિંગ ટિકિટ મેનુમાં જવું અને સામાન્ય બુકિંગ (જનરલ બુકિંગ) કરવું તે પછી ઑનલાઇન પેમેન્ટનો વિકલ્પ દેખાશે. ઇન્ટરનેટ બેન્કિંગ કે યુપીઆઇના માધ્યમથી પૈસા ચુકવી દેવાયા પછી એપ ઉપર ટિકિટ દેખાશે.

યુટીએસ અનારક્ષિત ટ્રેન ટિકિટ બુક કરવા માટે ભારતીય રેલવેનો અધિકૃત એન્ડ્રોઇડ મોબાઇલ ટિક-ટિંગ એપ છે પરંતુ આ સેવા સત્તર વર્ષથી ઓછી વયનાઓ માટે ઉપલબ્ધ નથી (કારણ કે આથી ઓછી વયના કિશોર- કિશોરીઓ પૂરી જવાબદારી સાથે વર્તતા હોવાની શક્યતા નહીવત છે.)

બુકિંગમાં સમયની બર્બાદી રોકવા માટે, રેલવેએ આ 'એપ' શરૂ કર્યો છે. તે 'એપ'માં યાત્રિકે ગંતવ્ય સ્થળના સ્ટેશનનું નામ દર્શાવવું અનિવાર્ય છે. સાથે પોતાનું નામ અને વય પણ દર્શાવવા જરૂરી છે.

હવે જો કોઈપણ કારણોસર પેમેન્ટ ટ્રાન્ઝેક્શન ફેઇલ થાય તો ૬- ૭ દિવસમાં તે ખાતામાં પૈસા પાછા જમા થઈ જાય છે કે જે ખાતા દ્વારા ઑનલાઇન બુકિંગ કરવામાં આવ્યું હતું.

તમારે, આ માટે પેપરલેસ (મોબાઇલ ઉપર દેખાતી પ્રિન્ટ) જોઈએ છે કે પેપર સાથેની પ્રિન્ટ જોઈએ તેમાંથી એક વિકલ્પ શોધવો પડે તે ઉલ્લેખનીય છે.



https://ift.tt/gL5CHKD from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://www.gujaratsamachar.com/news/national/general-ticket-purchase-in-railways-can-make-bookings-through-the-app

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ