લખનૌ, તા. 15 નવેમ્બર 2022 મંગળવાર
ઉત્તર પ્રદેશની એક લોકસભા અને બે વિધાનસભા બેઠકો પર થઈ રહેલી પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામનુ એલાન કરી દીધુ છે. મેનપુરી લોકસભા બેઠકથી ભાજપે રઘુરાજ શાક્યને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. રામપુર વિધાનસભા બેઠક પરથી ભાજપે આકાશ સક્સેનાને ટિકિટ આપી જ્યારે ખતૌલી વિધાનસભા બેઠક પરથી રાજકુમારી સૈની ઉમેદવાર છે.
મૈનપુરી બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ડિમ્પલ યાદવને ટક્કર આપનારા ભાજપના રઘુરાજ શાક્યની ગણતરી પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શિવપાલ યાદવના નજીકના તરીકે થાય છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં રઘુરાજ શાક્યએ પ્રસપા છોડી દીધી અને ભાજપમાં જોડાયા હતા. રઘુરાજ બે વખત સાંસદ રહી ચૂક્યા છે.
પ્રસપા છોડીને ભાજપમાં ગયા હતા રઘુરાજ શાક્ય
ભાજપમાં સામેલ થયા પહેલા રઘુરાજ શાક્ય, પ્રસપાના પ્રદેશ ઉપાધ્યક્ષના પદ પર હતા. રઘુરાજ શાક્ય 1999 અને 2004માં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ઈટાવાથી સાંસદ પસંદ કરાયા હતા. તેમણે 2012માં સપાની ટિકિટ પર ઈટાવા સદર બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી પણ જીતી હતી. રઘુરાજ શાક્યએ 27 જાન્યુઆરી 2017એ સપામાંથી રાજીનામુ આપી દીધુ હતુ.
https://ift.tt/7Kvuh9P from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/mOYoC1y
0 ટિપ્પણીઓ