30 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરો આ કામ: 1 ડિસેમ્બરથી નિયમો બદલાઈ જશે પછી મુશ્કેલી પડી શકે


- ડિસેમ્બરમાં 13 દિવસ બેંકો બંધ રહેશે

દરેક મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડર, સીએનજી, પીએનજીના ભાવો નક્કી કરવામાં આવે છે. 30 નવેમ્બરે પેન્શન લેનારે પણ પોતાનું લાઈફ સર્ટિફિકેટ જમા કરવાનું રહેશે. જો તમે આ કામ સમયસર નહિ કરો તો તમને પેન્શન મેળવવામાં મુશ્કેલી થઇ શકે છે. તેમજ ડિસેમ્બરમાં 13 દિવસ માટે બેંકો પણ બંધ રહેવાની છે. ચાલો જાણી લઈએ આ તમામ વિષે વિસ્તૃતમાં.

મોટા ભાગે સમગ્ર દેશમાં પહેલી તારીખે અથવા પહેલા અઠવાડિયે સીએનજી અને પીએનજીના ભાવો નક્કી કરવામાં આવતા હોય છે. દિલ્હી અને મુંબઈમાં મહિનાની શરૂઆતમાં જ કંપનીઓ ભાવ નક્કી કરતી હોય છે. જો પાછલા અમુક મહિનાના ભાવો જોઈએ તો દિલ્હી એનસીઆર અને મુંબઈ બંને જગ્યાએ સીએનજી-પીએનજીના ભાવોમાં વધારો થયો છે.

LPG ગેસ બાટલાના ભાવ નક્કી થશે

દરેક મહિનાની પહેલી તારીખે રાંધણ ગેસના બાટલાના ભાવો નક્કી થાય છે. આના પહેલાના મહિને સરકારે કોમર્શિયલ ગેસ(19 કિ.ગ્રા) બાટલાના ભાવમાં ઘટાડો કર્યો હતો. તેની સામે 14 કિલોના ઘર વપરાશના બાટલાના ભાવમાં કોઈ બદલાવ કર્યો હતો નહિ. આ વખતે આશા છે કે સરકાર ભાવ ઘટાડશે.

13 દિવસ બેંકો બંધ રહેશે

ડિસેમ્બર 2022 માં કુલ 13 દિવસ માટે બેંકો બંધ રહેવાની છે. 13 દિવસની રજાઓમા બીજો અને ચોથો શનિવાર અને દરેક રવિવારની રાજાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડિસેમ્બરમા ક્રિસ્મસ, વર્ષનો અંતિમ દિવસ અને ગુરુ ગોવિંદસિંહની જન્મ જયંતી આવે છે. જે દિવસે બેંકોમાં રજા હોય છે. ભારતમાં દરેક પ્રકારની બેંકો જાહેર રજાઓમાં હંમેશા બંધ રહે છે. આ સિવાય અમુક બેંકો ત્યાંના સ્થાનિક તહેવારોમાં પણ બંધ રહે છે. તેથી આ સમયે તમારે તમારા બેન્કિંગને લગતા કામો પૂર્ણ કરી લેવા જોઈએ અથવે તમે ઓનલાઇન સુવિધાનો ઉપયોગ કરી શકશો.

પેન્શન ધારકોને 30 નવેમ્બરે લાઈફ સર્ટિફિકેટ જમા કરવાનું રહેશે

પેન્શન ચાલુ રાખવા માટે લાભાર્થીએ પોતાનું વાર્ષિક જીવન પ્રમાણ પત્ર 30 નવેમ્બર 2022 સુધીમાં જમા કરવાનું રહેશે. તેના માટે બ્રાન્ચની મુલાકાત લઈને અથવા ઓનલાઇન આ કાર્ય કરી શકે છે. પરંતુ આ કામ તેઓએ 30 નવેમ્બર સુધીમાં કરી લેવાનું રહેશે. જેથી પેન્શન રોકાઈ નહિ અને ત્યારબાદની પરેશાનીઓથી રાહત રહે.

 ATMમાંથી રોકડ ઉપાડવાની પદ્ધતિ બદલાશે

ડિસેમ્બર મહિનાથી એટીએમમાંથી પૈસા ઉપાડવાની રીત પણ બદલાઈ શકે છે. હાલમાં, એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે આપણે જે પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, તેમાં ઘણી વખત છેતરપિંડી થવાની સંભાવના છે. જાણકારી અનુસાર પંજાબ નેશનલ બેંક ડિસેમ્બર મહિનામાં ATMમાંથી રોકડ ઉપાડવાની પ્રક્રિયામાં ફેરફાર કરી શકે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 1 ડિસેમ્બરથી એટીએમમાં કાર્ડ નાખતા જ તમારા મોબાઈલ નંબર પર એક OTP જનરેટ થશે. એટીએમ સ્ક્રીન પર આપેલા કોલમમાં આ OTP દાખલ કર્યા પછી જ રોકડનું વિતરણ કરવામાં આવશે.

ટ્રેનનું સમયપત્રક બદલાશે

ડિસેમ્બર મહિનામાં દેશના મોટાભાગના વિસ્તારોમાં શિયાળો વધવા લાગે છે. શિયાળાની સાથે ધુમ્મસ વધવા લાગે છે. જેના કારણે ટ્રેનોની અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. પરિણામે, રેલવેએ ઘણી ટ્રેનો રદ કરવાનો નિર્ણય કરવો પડ્યો છે. ધુમ્મસને જોતા રેલવે તેના ટાઈમ ટેબલમાં પણ ફેરફાર કરે છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ વખતે પણ ડિસેમ્બર મહિનામાં રેલવેના સમયપત્રકમાં સુધારો કરશે અને ટ્રેનો નવા ટાઈમ ટેબલ પ્રમાણે ચલાવવામાં આવશે.



https://ift.tt/qdE8VNA from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/YZ9z4V3

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ