વડોદરા જિલ્લાની વિધાનસભાની 10 બેઠકની ચૂંટણીની પૂર્વ તૈયારી પૂર્ણ


-  સ્ટ્રોંગ રૂમ અને મત ગણતરી સ્થળની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી અને પોલીસ કમિશનર

વડોદરા,તા.15 નવેમ્બર 2022,મંગળવાર

વડોદરા શહેર જિલ્લાની વિધાનસભાની 10 બેઠકની ચૂંટણીની પૂર્વ તૈયારી વહીવટી તંત્રએ પૂર્ણ કરી છે મતદાન મથકો ઉપરાંત હવે મત ગણતરીના સ્થળ તથા મતદાન બાદ એવીએમ રાખવા માટેના સ્ટ્રોંગ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેનું જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનરે મુલાકાત લઈ જરૂરી વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.

વડોદરા જિલ્લાની દસ બેઠકોની સામાન્ય ચૂંટણી તા.૫ ડિસેમ્બરના રોજ અને મતગણતરી તા.૮ ડિસેમ્બરના રોજ યોજાનાર છે. વડોદરા શહેર જિલ્લાની દસ બેઠકોની મતગણતરી પોલીટેકનિક કોલેજ,વડોદરા ખાતે થનાર છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોર અને શહેર પોલીસ કમિશનર ડો.સમશેરસિંહે આજે મતગણતરી સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. 

જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોરે મતગણતરી કેન્દ્ર ખાતે વિધાનસભાવાર તૈયાર કરવામાં આવેલા સ્ટ્રોંગ રૂમ, મતગણતરી રૂમની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.તેમણે મીડિયા સેન્ટર,ચૂંટણી નિરીક્ષકોના કક્ષ, જિલ્લા ચૂંટણી અધિકારી કક્ષ, કોમ્પ્યુટર કક્ષ, હરીફ ઉમેદવાર કક્ષ સહિત વિવિધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.



https://ift.tt/tkbjGTY

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ