વાસ્મો વિભાગના કર્મચારીઓ ગાંધી જયંતિથી આક્રમક પગલાઓ ભરશે


- ગુજરાતના 98 ટકા ગ્રામીણ ઘરોમાં નલ સે જલ પરંતુ હર ઘર જલના કર્મીઓ સાથે અન્યાય

- સવસ મેન્યુઅલમાં કર્મચારીઓના પગાર ધોરણ, હોદ્દા અપગ્રેડેશન, પીએફ, ગ્રેજ્યુએટી જેવા લાભો આપવાની વાત આજે 20 વર્ષે હવામાં જ રહી ગઈ

ભાવનગર : રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં ઘરે ઘરે નળ કનેક્શનથી પાણી પહોંચાડવા કાર્ય કરતા વાસ્મોના કર્મચારીઓ સાથે થતા અન્યાયને લઈ આગામી ગાંધી જયંતીના દિવસથી આક્રમક પગલોઓ ભરશે. ઉચ્ચસ્તરે અવાર નવારની રજુઆતો પછી પણ માત્ર સાત્વના મળતા આખરે લડતનો માર્ગ કર્મચારી-પાણીવિરોએ અપનાવવાનું નક્કી કર્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગુજરાત રાજ્યમાં ગ્રામીણ વિસ્તારમાં ઘરે ઘરે નળ કનેક્શન થકી પાણી પહોંચાડવાની કામગીરી કરી કરતા વાસ્મો(પાણી પુરવઠા) વિભાગના કર્મચારી-પાણીવીરોે છેલ્લા એક માસથી તેમની વિવિધ માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વાસ્મોના કર્મચારીઓ-કર્મયોગીઓને વાસ્મોની સ્થાપના સમયે વર્ષ ૨૦૦૨થી જ તેમને ખરેખર મળવા પાત્ર હક્કો લાભ આપવામાં તેમનો વિભાગ તૈયાર ન હોવાથી ન છૂટકે આજે ૨૦ વર્ષે ૩૫૦ જેટલા કર્મચારીઓ-પાણીવીરોએ વિરોધ પ્રદર્શનનું શ ઉગામ્યુું છે. કર્મચારીઓના હિત માટે વાસ્મો વિભાગ દ્વારા બનાવેલ વાસ્મો સવસ મેન્યુઅલ-૨૦૦૨નો અમલ કરવામાં તંત્ર ઠાગાઠયા કરી રહ્યું છે. આ સવસ મેન્યુઅલમાં કર્મચારીઓના પગાર ધોરણ, હોદ્દા અપગ્રેડેશન, પીએફ, ગ્રેજ્યુએટી જેવા લાભો આપવાની વાત હતી. જે આજે ૨૦ વર્ષે પણ હવામાં જ રહી ગઈ છે. આ ઉપરાંત કર્મચારીઓને છેલ્લા ત્રણથી વર્ષોથી પગાર વધારો સ્થગિત કર્યો હોય ત્યારે આ મુદ્દો કર્મચારીઓના વિરોધનું મુખ્ય કારણ બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

વિવિધ પશ્નોને લઈ કર્મચારીઓ દ્વારા જિલ્લાના સ્થાનિક હોદ્દેદારોથી લઈ ધારાસભ્યઓ, સંસદસભ્યઓ, મંત્રીઓ અને મુખ્યમંત્રી સુધી તેમની રજૂઆત કરવામાં આવી છે, પરંતુ માત્ર સાંત્વના જ મળેલ હોય કોઈ નક્કર ખાતરી આપી કે માંગણી સ્વીકારવામાં આવેલ નથી. ત્યારે કર્મચારીઓ દ્વારા વિભાગ સામે પોતાનો વિરોધ પ્રદશત કરવા માટે કાળી પટ્ટી ધારણ કરી, પેન ડાઉન કાર્યક્રમ આપી માસ સી.એલ. પર રહ્યા ત્યારબાદ છેલ્લા ૨૦ દિવસથી કચેરીના કામથી અચોક્કસ મુદત સુધી અળગા રહ્યા હોવા છતાં હજુ સુધી કોઈ નિવેડો આવેલ ન હોય ત્યારે કર્મચારીઓ ૨-ઓક્ટોબર ગાંધીજીની જન્મ જયંતીથી લડત આગળ ધપાવવા અને વધુ આક્રમક પગલાંઓ જેવા કે ચેરીનો ઘેરાવ કરવો, ધરણા કરવા જેવા કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે.



https://ift.tt/BD8RMP9

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ