બોલીવૂડની માઠી દશાઃ અડધા ભાવે ટિકિટ ઓફર કરવાનો વારો આવ્યો

- આગામી મહિને રજૂ થનારી સાઉથની ફિલ્મની હિંદી નકલ માટે એડવાન્સ બુકિંગ કરે તેને ૫૦ ટકા ડિસ્કાઉન્ટની ઓફર

મુંબઈ


પાછલા કેટલાક મહિનાઓમાં બોલીવૂડના ભલભલા સુપર સ્ટારની ફિલ્મો ભોંયભેંગી થઈ છે. બીજી તરફ ગયા મહિને ૭૫ રુપિયામાં ટિકિટની યોજના સુપરહિટ જતાં બોલીવૂડના પ્રોડયૂસર્સ અને ડિસ્ટ્રિબ્યૂટર્સ હવે સસ્તા ભાવે લોકોને આકર્ષવા નવાં ગતકડાં કરી રહ્યા છે. આગામી મહિને રજૂ થનારી ફિલ્મનું અત્યારે એડવાન્સ બુકિંગ કરાવે તેને અડધા ભાવે ટિકિટની ઓફર પણ રજૂ થઈ છે. 

સાઉથની મલયાલમ ફિલ્મની હિંદી નકલ આવતા મહિને રજૂ  થવાની છે. પણ અત્યારથી જ ઘરાકો બાંધી લેવા માટે આ મહિનામાં બે દિવસ માટે એડવાન્સ બુકિંગ કરાવે તેને ૫૦ ટકા ડિસ્કાઉન્ટની ઓફર આપવામાં આવી છે. આ ઓફરને ઈનોવેટિવ માર્કેટિંગ આઇડિયા તરીકે ખપાવવામાં આવી રહી છે. 

આ મલયાલમ ફિલ્મ ઓટીટી પર એક વર્ષ પહેલાં જ મોટાભાગના લોકોએ જોઈ લીધી હોવાથી હવે તેની હિન્દી રિમેક જોવામાં કેટલા લોકોને રસ પડશે તેવા સવાલો નિર્માતાઓને સતાવી રહ્યા છે. 

ગયા મહિને ૭૫ રુપિયામાં ટિકિટની ઓફર વખતે 'ચુપ' જેવી બાદમાં ફ્લોપ થયેલી ફિલ્મ જોવા પણ થિયેટરો ઉભરાયાં હતાં. તે પછી બોલીવૂડ નિર્માતાઓ અને ડિસ્ટ્રિબ્યૂટર્સને લાગ્યું છે કે એકવાર કન્ટેન્ટમાં દમ નહીં હોય તો પણ લોકો સસ્તા ભાવે ફિલ્મ જોવા તો દોડી જ આવશે. આથી જ ૭૫ રુપિયામાં ઓફર વીતી ગયા બાદ કેટલીક ફિલ્મ માટે ૧૦૦ રુપિયાના ફિક્સ ભાવે ટિકિટ તો કેટલાકમાં રાહત દરે ટિકિટ જેવી ઓફરના ગતકડાં વહેતાં કરવામાં આવ્યાં હતાં.



https://ift.tt/oIDybnY from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/LNVkXlE

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ