અજય દેવગણ ઢચુપચુઃ 'મૈદાન'ની રિલીઝ ડેટ પાંચવી વાર બદલી

- પાછલી મોટાભાગની સ્પોર્ટસ ફિલમ પિટાઈ ગઈ હોવાથી  આ ફિલ્મની સફળતા વિશે પણ શંકાઓ સેવાય છે 

મુંબઈ


બોલીવૂડમાં ફ્લોપ ફિલ્મોની હારમાળાને કારણે માત્ર પોતાના એબ્સ અને એકશન જોવા માટે ચાહકો ગાંડાઘેલા થઈને દોડયા આવશે એવા આત્મવિશ્વાસમાં રાચનારા અભિનેતાઓ હવે શિયાંવિયાં થઈ ગયા છે. હાલત એવી છે કે અજય દેવગણની ફિલ્મ ' મૈદાન'ની રિલીઝ ડેટ પાંચમી વાર ઠેલવી પડી છે. 

બે વર્ષથી તૈયાર પડેલી આ ફિલ્મ અનુકૂળ રિલીઝ ડેટના અભાવે પડી  રહી છે. પહેલાં તેને ડિસેમ્બર ૨૦૨૦માં રજૂ કરવાનો પ્લાન હતો.  પરંતુ કોરોનાને કારણે ફિલ્મ રખડી પડી. તે પછી ઓગસ્ટ ૨૦૨૧, ઓક્ટોબર ૨૦૨૧ , જુન ૨૦૨૨ એમ તારીખ પે તારીખ પડતી જાય છે અને હવે નવી તારીખ ફેબુ્રઆરી ૨૦૨૩ની નીકળી છે. હવે આ ફિલ્મ જોવામાં કેટલા લોકોને રસ રહ્યો હશે તે પણ એક સવાલ છે. 

ટ્રેડ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મ એક સ્પોર્ટસ ડ્રામા છે. પાછલા કેટલાક મહિનાઓમાં  '૮૩' અને 'જર્સી' સહિતની મોટાભાગની સ્પોર્ટસ આધારિત ફિલ્મો ફ્લોપ થઈ ચુકી હોવાથી હવે અજયની આ ફિલ્મને દર્શકો મળવા વિશે શંકા સેવાય છે. આમ પણ કોરોના પહેલાં પ્લાન થયેલી મોટાભાગની ફિલ્મોની માઠી હાલત થઈ છે કારણ કે તે પછી પ્રેક્ષકોના ટેસ્ટ બદલાઈ ચૂક્યા છે. 

વધુમાં અજય દેવગણની ત્રણ-ચાર ફિલ્મો આગામી છ મહિનામાં એકઠી થઈ ગઈ છે તેના કારણે ઓવર એક્સપોઝરને લીધે પણ આ ફિલ્મને પ્રતિસાદ અંગે શંકાઓ છે. 



https://ift.tt/qSiKw2h from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/PqhuZvO

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ