- રોજા અને બોમ્બેથી જાણીતા અરવિંદ સ્વામી છેલ્લે 'થલાઈવી'માં એમ.જી. રામચંદ્રનના રોલમાં દેખાયા હતા
સાઉથના પીઢ કલાકાર અરવિંદ સ્વામીએ વધુ એક હિંદી ફિલ્મ સાઈન કરી છે. 'કાર્તિક કોલિંગ કાર્તિક'ના ડાયરેક્ટર વિજય લાલવાણી એક થ્રીલર બનાવી રહ્યા છે. તેમાં અરવિંદ સ્વામી મહત્વની ભૂમિકા ભજવશે.
અરવિંદ સ્વામી હિંદીના દર્શકોમાં 'રોજા' અને 'બોમ્બે' જેવી ફિલ્મોથી ખાસ્સા પોપ્યુલર બન્યા હતા. છેલ્લે તેઓ જયલલિતાની બાયોપિક 'થલાઈવી'માં એમ.જી. રામચંદ્રનના રોલમાં દેખાયા હતા. તે વખતે તેમની એક્ટિંગની ભરપૂર પ્રશંસા થઈ હતી. તેઓ તમિલ ફિલ્મોમાં બહુ સક્રિય છે અનેક વિવિધતાસભર રોલ કરી ચૂક્યા છે. જોકે, તેઓ બહુ ગણતરીની હિન્દી ફિલ્મો જ સાઈન કરે છે.
આ ફિલ્મ માટે તાપસી પન્નુને પણ સાઈન કરવામાં આવી છે. ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોના દાવા અનુસાર બાપ-દીકરી કેન્દ્રસ્થાને હોય તેવી આ વાર્તામાં પ્રેક્ષકો ચોંકી ઉઠે તેવા એક પછી એક બનાવોની હારમાળા સર્જાતી જાય છે. આથી આ સ્ટોરી માટે બહુ જ ઊંડાણપૂર્વક અંડર પ્લે કરી શકે તેવા એક્ટરની તલાશ હતી જે અરવિંદ સ્વામીમાં પૂર્ણ થઈ છે.
https://ift.tt/Z3kVxgX from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2tC8eDJ
0 ટિપ્પણીઓ