મી ટુથી મહાબદનામ સાજિદની બિગ બોસમાં એન્ટ્રીથી ભારે નારાજગી

મુંબઈ

મી ટૂ પ્રકરણમાં બહુ જ બદનામ થયેલા એન્કર અને ડાયરેકટર સાજીદ ખાનની બિગ બોસમાં એન્ટ્રી થતાં લોકો ભારે નારાજ થયા છે અને શો ને લોકપ્રિય બનાવવા માટે આવા બદનામ લોકોને પ્લેટફોર્મ આપવા સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. 

શહેનાઝ ગિલે તેનો બચાવ કરતાં તેને પણ લોકોએ ટ્રોલ કરીઃ સલમાન ખાન પર પણ ગુસ્સો ઠાલવ્યો

બિગ બોસની અનેક સિઝન નિયમિત રીતે જોનારા ચાહકોને પણ સાજિદ ખાનની એન્ટ્રી જોઈ ભારે આંચકો લાગ્યો તો. સાજિદ કે સલમાન ખાને મી ટુનાં પ્રકરણનો કોઈ ઉલ્લેખ પણ કર્યો ન હતો. અધૂરામાં પુરું શહનાઝ ગિલે એક રેકોર્ડેડ વિડીયો મેસેજ મોકલાવ્યો હતો જેમાં તેણે સાજિદને સપોર્ટ કર્યો હતો. 

આ તમાશો જોઈ લોકો ભારે ઉશ્કેરાયા હતા. સંખ્યાબંધ લોકોએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે જે માણસ જેલની પાછળ હોવો જોઇએ તેને આ શો દ્વારા પોતાનો બચાવ કરવાનું પ્લેટફોર્મ આપવામાં આવી રહ્યું છે. 

કેટલાક યૂઝર્સે તો રોષ ઠાલવતાં એમ પણ કહ્યું હતું કે સાજિદ સહિતના મી ટુના અપરાધીઓેને જે રીતે બોલિવૂડ છાવરી રહ્યું છે અને પ્રમોટ કરી રહ્યું છે તે જોતાં લાગે છે કે સમગ્ર મી ટુ મુવમેન્ટ એક પ્રકારનો જોક હતી. 

૨૦૧૮માં ચાર જાણીતી અભિનેત્રી તથા મોડલ સહિત અનેક યુવતીઓએ સાજિદ પર જાતીય શોષણના આરોપો મુક્યા હતા. 



https://ift.tt/BiYa98T from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/MgRIQc1

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ