- મહાન પયંગમ્બર હઝરત મહંમદ સાહેબના જન્મદિવસ નિમીત્તે
- દાઉદી વ્હોરા સમાજનું મહંમદી તથા તાહિરી બેન્ડ ઝુલુસમાં મુખ્ય આકર્ષણ બન્યુ,ઠેર-ઠેર સ્વાગત કરાયું
ઈદે મિલાદુન્નબી ઝુલુસ કમિટિ દ્વારા આયોજિત આ ઝુલુસને મેયર, ડીવાય.એસ.પી.શહેરના તમામ ડીવિઝનોના પી.આઈ., કસ્બા અંજુમને ઈસ્લામના પ્રમુખ,પુર્વ નગરસેવકો તથા સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો દ્વારા લીલીઝંડી દેખાડી ઝુલુસને રવાના કરવામાં આવ્યા હતા. આ ઝુલુસમાં ટ્રક, રીક્ષાઓ, ઘોડાગાડીઓ, ઉંટગાડી, ટ્રેકટર, મોટર જોડાયા હતા. ઝુલુસના રૂટ પર ઠેર-ઠેર સરબત, દૂધ કોલ્ડ્રીંકસના સ્ટોલ ઉભા કરાયા હતા તેમજ ચોમેર ન્યાઝની પણ વહેંચણી કરાઈ હતી.આ ઝુલુસ શહેરના બાર્ટન લાયબ્રેરી નજીક પહોંચતા શહેર કોંગ્રેસ પ્રમુખ, પ્રભારી તથા સ્થાનિક આગેવાનોએ આ ઝુલુસનું સ્વાગત કર્યુ હતુ.આ ઉપરાંત નગરજનોએ પણ ઠેર-ઠેર સ્વાગત કરી કોમી એકતાનું પ્રેરક ઉદાહરણ પુરૂ પાડયુ હતુ. ઝુલુસમાં વ્હોરા સમાજ અને ખોજા સમાજના મૌલાના સાહેબો તેમજ સમાજના આગેવાનો પણ જોડાયા હતા. ઝુલુસ શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરીને શેલારશા ચોકમાં પુર્ણ થયેલ. અંદાજે ૫૦ હજાર લોકોએ ભાગ લઈ આયોજનને સફળ બનાવ્યુ હતુ. આ ઝુલુસને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા, કલેકટર, કમિશ્નર, જિલ્લા પોલીસવડા દ્વારા શુભેચ્છા પાઠવાઈ હતી.આ આયોજનને સફળ બનાવવા માટે કસ્બા અંજુમને ઈસ્લામના પ્રમુખ, પુર્વ નગરસેવકો, સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો, પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. ઝુલુસ દરમિયાન પોલીસતંત્ર દ્વારા બંદોબસ્ત જળવાયો હતો.
https://ift.tt/aljnzt3
0 ટિપ્પણીઓ