મુંબઈ
ટોમ ક્રૂઝ પોતાની આગામી એક ફિલ્મ માટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જશે. હોલીવૂડની ફિલ્મોમાં સ્પેસ વોકના સીનની કોઈ નવાઈ નથી પરંતુ ટોમ ક્રૂઝ કદાચ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની બહાર સ્પેસ વોક કરનારો પહેલો સામાન્ય નાગરિક બનશે.
હોલીવૂડ ફિલ્મમાં અસલી સ્પેસ વોક દેખાડાશેેઃ અગાઉ ફિલ્મ માટે પ્લેન ઉડાડવાની તાલીમ લીધી હતીે
ટોમ ક્રૂઝ 'મિશન ઈમ્પોસિબલ' સિરીઝથી માંડીને 'ટોપ ગન મેવરિક' સહિતની ફિલ્મોમાં પોતાના સ્ટન્ટ સીન જાતે કરવા માટે મશહૂર છે. હવે તે પોતાની આગામી ફિલ્મ માટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પણ જાય તેવી સંભાવના છે.
તાજેતરમાં ફિલ્મની પ્રોડયૂસર કંપનીના ચેરમેન ડોના લેંગલીએ એક ટીવી ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમારા આગામી પ્રોજેક્ટમાં ટોમ ક્રૂઝ રોકેટ દ્વારા સ્પેસ સ્ટેશનમાં જાય તેવું પ્લાનિંગ થઈ રહ્યું છે. જો બધું જ બરાબર પાર પડશે તો ટોમ ક્રૂઝ ઈન્ટરનેશન સ્પેસ સ્ટેશનની બહાર સ્પેસ વોક કરનારો પહેલો સામાન્ય માણસ હશે.
આ ફિલ્મમાં ટોમ ક્રૂઝને પૃથ્વીને વિનાશથી બચાવવા માટે ઝઝૂમતો દેખાડવામાં આવશે.
https://ift.tt/kqI98j7 from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/sctB31J
0 ટિપ્પણીઓ