પૂર-હોનારતથી ૩૦ અબજ ડોલરનું નુકસાન છતાં પાકિસ્તાન કટોરો લઇને ભીખ નહી માંગે - શાહબાઝની શેખી


નવી દિલ્હી, ૬ ઓકટોબર, ૨૦૨૨, ગુરુવાર 

આર્થિકતંગીમાં જીવતા પાકિસ્તાનમાં ગત મહિને પૂર હોનારતથી પછાડ પર પાટુ વાગ્યું છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે એક સમાચારપત્રને જણાવ્યું હતું કે પૂર હોનારતથી પાકિસ્તાનને ૩૦ અબજ ડોલરનું નુકસાન થયું છે. ૧૭૦૦થી વધુ લોકોના મોત થયા હતા જયારે લાખો લોકોને સ્થળાંતર કરવું પડયું હતું. જો કે તેમ છતાં કટોરો લઇને અમીર દેશો પાસે ભીખ માંગવાનો ઇન્કાર કર્યો હતો એટલું જ નહી અમીર દેશોને પ્રદૂષણ ફેલાવનારા કહયા હતા.

પાકિસ્તાનની આ પરીસ્થિતિ વરસાદ ઉપરાંત ગ્લોબલ વોર્મિગના લીધે ગ્લેશિયર પીગળવાથી થઇ હોવાનું યુએનનું તારણ છે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે આંતરરાષ્ટ્રીય સમુદાય સમત્ર જળવાયુ પરીવર્તનનો ભોગ બનવા બદલ ન્યાયની માંગણી કરી હતી. વિનાશકારી ચોમાસા પછી સ્વાસ્થ્ય. ખાધ સુરક્ષા અને આંતરિક વિસ્થાપનની આવી અભૂતપૂર્વ સ્થિતિનો કયારેય સામનો કરવો પડયો નથી. શાહબાઝે ગાર્જિયનને આપેલા સાક્ષાત્કારમાં એવો પણ દાવો કર્યો હતો કે પોતાના જીવનકાળમાં આવી નાજૂક પરીસ્થિતિ કયારેય જોઇ નથી. પોતાના જ દેશમાં લોકો જળવાયું શરણાર્થી બની ગયા છે. 

વૈશ્વિક સમૂદાય દ્વારા જે આર્થિક અને અન્ય મદદ કરવાનો વાયદો કર્યો હતો તેટલો પૂરતો નથી. જળવાયુ પરીવર્તનથી દેશમાં જે વિનાશ વેરાયો છે તેની સામે આર્થિક સંસાધનો ખૂબ ટાંચા પડી રહયા છે. જરુરીયાતો અને ઉપલબ્ધતા વચ્ચેને ખાઇ ખૂબ ઉંડી છે. આ દિન-પ્રતિદિન વધતી જાય છે. વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં પાકિસ્તાન મામૂલી જવાબદાર છે. ઉત્સર્જન માટે વિકસિત દેશો જ જવાબદાર છે. આથી પોતાને ત્યાં જે વિનાશ વેરાયો છે તેના માટે વિકસિત દેશોને જવાબદાર ગણાવ્યા હતા.




https://ift.tt/VNIhi9a from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/6iYQrea

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ