ખંભાતના કારખાનામાંથી 15 હજારની કિંમતના અકીકના બોલ ભરેલા 4 થેલાની ચોરી


આણંદ : ખંભાત શહેરના ખાજા ખીજર રોડ ઉપર મોહંમદશોએબ શબ્બીરહુસેન શેખનું અકીકનું કારખાનું આવેલું છે. આ કારખાનામાં ગત તા.૨૮મીના રોજ રાત્રિના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને ગોડાઉનમાં મુકેલા અકીકના બોલ ભરેલા ચાર પોટલાની ચોરી કરી લઈ ગયો હતો. જેની અંદાજિત કિંમત રૂા.૧૫ હજાર જેટલી થવા જાય છે. આ બનાવ અંગે કારખાનાના માલિક મોહંમદશોએબ શેખે ખંભાત શહેર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા ચોર શખ્શો વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



https://ift.tt/N0wTtZh

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ