નર્મદા પ્રોજેક્ટ દરમિયાન વિસ્થાપિત પરિવારોને પરિવાર દીઠ ૬૦ લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટે કર્યો હતો. એ આદેશમાં ફેરફાર કરીને વળતર વધારવાની અરજી સુપ્રીમમાં થઈ હતી. આદેશને સંશોધિત કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.
જૂના આદેશ પ્રમાણે જ વળતર મળવાપાત્ર હોવાનું ત્રણ ન્યાયધીશોની ખંડપીઠે કહ્યું હતું. નર્મદા નદી પર સરદાર સરોવર યોજનાના કારણે જે પરિવારો વિસ્થાપિત થયા તેમણે જમીનના ભાવ પ્રમાણે પરિવાર દીઠ ૧.૨૮ કરોડ રૃપિયાના વળતરની માગણી કરી હતી. અરજદારના વકીલ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા એડિશ્નલ સોલિસિટર જનરલનો પક્ષ પણ સાંભળ્યો હતો.
સુપ્રીમ કોર્ટના આદેશને ફરીથી રિવ્યૂ કરવાનો કોઈ તર્ક નથી એમ કહીને કોર્ટે અરજી નકારી હતી. ફેબ્રુઆરી-૨૦૧૭માં કોર્ટે ૬૮૧ પરિવારોને પરિવાર દીઠ ૬૦ લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો હતો.
https://ift.tt/qsbEJk7 from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/DHT2fMl
0 ટિપ્પણીઓ