- માતર રોડ પર આવેલા સ્મશાન તરફના છેડે
- ચીકણી માટીને કારણે ગણેશ વિસર્જન સહિતના સમયે અનેક લોકો લપસી પડે છે
ખેડા શહેરમાં માતર રોડ પરથી પસાર થતી શેઢી નદી કિનારે પુલના સ્મશાન તરફના છેડે છેલ્લાં ઘણા સમયથી ઓવારો અને ઘાટ કે પગથિયા બનાવવા માટે અહીંના નાગરિકો માંગણી કરી રહ્યાં છે. આ સ્થળે ખેડા શહેર ના અનેક નાનામોટા ગણપતિ વિસર્જન અહીજ કરી ને દાદા ને વિદાય અપાય ત્યારે આખું ખેડા અહીં ઉમટી પડયું હોય છે. અહીં શેઢી નદી સાંકડી અને ખુબજ ઊંડી છે. પુલના છેડા આગળ નદી અંદર વર્ષોથી કુદરતી જ ખાડો છે ત્યારે અનેક કિસ્સામાં અહીં નહાવા પડેલા યુવાનોના ડૂબી જવાથી મોત થયા ના કિસ્સા બને છે ક્યારેક કપડાં ધોવા આવેલી મહિલાઓ અને વૃદ્ધાઓ પણ નદીમાં પડી જવાના બનાવો બને છે. આ સ્થળે ઓવારો અને પગથિયા બનાવવા માટે સ્થાનિક નાગરિકો માંગણી કરી રહ્યાં છે.
https://ift.tt/uCsm51N
0 ટિપ્પણીઓ