મોકસીની કંપનીમાંથી 15 વર્ષ પહેલાં પણ કરોડોનું ડ્રગ્સ પકડાયું હતું..કેનેડિયન ક્ષી જીન્ગ ફેન્ગ ભાગી ગયો હતો

વડોદરાઃ વડોદરામાંથી રૃા.૧૨ કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલો વિદેશી પેડલર ક્ષી જીન્ગ ફેન્ગ ઉર્ફે રિચાર્ડ પાસે મળેલા ડ્રગ્સનું પગેરૃં પણ સાવલી તાલુકાના મોક્સી ખાતે આવેલી સખા ઓર્ગેનિક કંપનીમાં પહોંચ્યું હતું.પોલીસને ચકમો આપીને ભાગી છૂટેલા ક્ષી જીન્ગ ફેન્ગને પ્રત્યાર્પણ વિધિ મારફતે હોંગકોંગથી વડોદરા લવાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ,માણેજા વિસ્તારમાંથી રૃા.૧૨ કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલા કેનેડિયન નાગરિક ક્ષી જીન્ગ ફેન્ગ ઉર્ફે રિચાર્ડ મૂળ ચીનનો વતની હતો.એનસીબીએ કરેલા ડ્રગ્સ કેસમાં તેના  બે સાગરીત ગુના શેખરણ પિલ્લાઇ અને રવિન્દ્ર કરપ્યાને આજીવન કેદની સજા થઇ છે.

ક્ષી જીન્ગ ફેન્ગની તપાસ બાદ એનસીબીની ટીમે વડોદરાના સાવલી તાલુકામાં મોકસી ખાતે આવેલી સખા ઓર્ગેનિક કંપનીમાં દરોડો પાડયો હતો અને કરોડોની કિંમતનો પ્રતિબંધિત મેથામ્ફેટામાઇનનો જથ્થો કબજે કર્યો હતો.ઉપરોક્ત બનાવમાં કેનેડિયન નાગરિક ક્ષી જીન્ગ ફેન્ગ ઉર્ફે રિચાર્ડને સયાજી હોસ્પિટલમાં લવાયો ત્યારે તે રેસર બાઇક પર ફરાર થઇ ગયો હતો.જેથી ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

પોલીસને મળેલી પ્રાથમિક વિગતો મુજબ,વડોદરાથી રેસર બાઇક પર ભાગ્યા બાદ રિચાર્ડ સુરતના એક ગામડાં જેવા વિસ્તારમાં રહ્યો હતો અને ત્યાંથી કારમાં તે નેપાળ પહોંચ્યો હતો.નેપાળથી હોંગકોંગ પહોંચ્યો હતો.પરંતુ ત્યાં બોગસ પાસપોર્ટ અને મની લોન્ડરિંગના કેસમાં પકડાયો હતો.વડોદરા પોલીસ પ્રત્યાપર્ણ સંધિ મારફતે ગયા વર્ષે જ તેને હોંગકોંગથી પરત લાવવામાં સફળ થઇ હતી.આ કેસની તપાસમાં સ્વ.પીઆઇ એચ એમ આલ્સિકાની સાથે પૂર્વ ડીવાયએસપી જે ડી રામગઢિયા અને અજય ગખ્ખરની મદદ લેવાઇ હતી.

આંતર રાષ્ટ્રીય ડ્રગ્સ પેડલરને મદદ કરવાનું વિશાળ નેટવર્ક

રિચાર્ડને વડોદરાની જેલમાં મોબાઇલની ફેસિલિટી મળતી હતીઅને તેમાં અમદાવાદના ફિરોજના નામનું સિમકાર્ડ હતું.ક્ષી જીન્ગ ફેન્ગ ઉર્ફે રિચાર્ડને ભગાડવા માટે રૃા.૫ લાખની રકમ ચૂકવવાની જવાબદારી મુંબઇના અનિલ નામના શખ્સને સોંપાઇ હતી.

વડોદરાથી ભગાડયા બાદ રિચાર્ડને સુરતમાં સંતાડી દીધા બાદ બાય રોડ નેપાળ પહોંચાડવામાં આવ્યો હતો.રિચાર્ડે નેપાળમાં બોગસ પાસપોર્ટ બનાવ્યો હતો.જ્યારે ત્યારબાદ તેણે થાઇલેન્ડ અને મલેશીયામાં આશરો લીધો હતો.આ તમામ  વ્યવસ્થા ફટાફટ થઇ ગઇ હતી.ત્યાંથી તે હોંગકોંગમાં પહોંચ્યો હતો.પરંતુ બોગસ પાસપોર્ટ હોવાથી પકડાઇ ગયો હતો.

આંતરરાષ્ટ્રીય  ડ્રગ્સ પેડલર પાણી પીતા પીતા ભાગી ગયો

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, સુરતના ડ્રગ્સ પેડલર ક્ષી જીન્ગ ફેન્ગ ઉર્ફે રિચાર્ડને  ભગાડવા માટે સુરતના અલ્તાફે વસિમને કામે લગાવ્યો હતો.વસિમ સયાજી હોસ્પિટલ પાસે દૂર ઉભો હતો અને અલ્તાફ રેસર  બાઇક લઇ ઉભો રહ્યો હતો.રિચાર્ડ લારી પર ચા-નાસ્તો કરવા માટે ત્રણ પોલીસ કર્મી સાથે આવ્યો હતો અને પાણી પીતા પીતા બાઇક પર બેસી ફરાર થઇ ગયો હતો.



https://ift.tt/dB7UzMx

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ