ઉંડેરા તળાવ પાસે અકસ્માતમાં સાઇકલ સવારનું મોત

વડોદરા,ઉંડેરા તળાવ પાસેથી સાઇકલ લઇને જતા વૃદ્ધને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી.તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.જે અંગે જવાહર નગર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગોરવા  શાંતિનગરમાં રહેતા અમરસિંહ પઢિયાર જી.એ.સી.એલ.માંથી નિવૃત્ત થયા છે.ગત તા.૪ થી એ તેઓ સાઇકલ લઇને ઉંડેરા તળાવ પાસેથી પસાર થતા હતા.તે  દરમિયાન કોઇ અજાણ્યા વાહને ટક્કર મારતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી.તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.તઓનો પુત્ર દમણ ખાતે નોકરી કરતો હોવાથી ત્યાં જ રહેતો હતો.પાડોશીએ ફોન કરીને તેમના પુત્રને અકસ્માતની જાણ કરી હતી.દરમિયાન ટૂંકી સારવાર બાદ તેઓનું મોત થયું હતું.




https://ift.tt/q9u0Mvb

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ