કાર્તિકેય સિંહ પછી નીતીશના એક વધુ મંત્રી વિવાદમાં : કરોડોના ચોખા ગોટાળાનો આરોપ


- સુધાકરસિંહ ઉપર 2013માં કરોડો રૂપિયાના ચોખા ગુમ કરવાના આક્ષેપો થઈ રહ્યા છે

પટણા : બિહારની નીતીશ કુમારની મહાગઠબંધન સરકાર સતત સવાલોના ઘેરામાં રહી છે. કાનુની મંત્રી કાર્તિકેય સિંહ પછી હવે કૃષિ મંત્રી સુધાકર સિંહ પણ વિવાદોમાં આવી ગયા છે. તેમની ઉપર ૨૦૧૩માં કરોડો રૂપિયાના ચોખા ગુમ કરવાનો આક્ષેપ છે. (૨૦૧૩માં બિહારમાં નીતીશ કુમારનાં નેતૃત્વ નીચેની એનડીએ સરકાર હતી) જો કે સુધાકર સિંહે પોતાની ઉપરના આક્ષેપોને સદંતર ખોટા જણાવ્યા છે.

આ સુધાકરસિંહ ઇવઘ ના વરિષ્ઠ નેતા અને પ્રદેશ પ્રમુખ જગદાનંદ સિંહના પુત્ર છે. તેઓ બકસરની રામગઢ સીટ ઉપરના વિધાયક છે. ૨૦૧૩માં જ તેમની ઉપર ચોખા ગોટાળાનો કેસ આરોપ કરાયો હતો અને રામગઢ થાણામાં કેસ પણ દાખલ કરાયો છે.

આરોપ તે પ્રકારનો છે કે સુધાકરસિંહની રાઇસ મિલે સરકાર સાથે રાઇસ પ્રોસેસિંગ એગ્રીમેન્ટ કર્યો હતો. પરંતુ સરકાર તરફથી જે ચોખા (પ્રોસેસ) મળ્યા તે તેઓ ઓહીયા કરી ગયા. આ ગોટાળા અંગે ૮૦ થી વધુ FIR પણ નોંધાઈ છે. તેમાં કેટલાએ આરોપો નોંધાયા છે. સુધાકરસિંહે તે તમામ આરોપોનો ઇનકાર કર્યો છે. મીડીયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે તે આક્ષેપો ખોટા છે. કોર્ટ જ તેમાં નિર્ણય લેશે.

ઉલ્લેખનીય છે કે સુધાકરસિંહના પિતા જગદાનંદ સિંહ લાલુ-રબડી સરકાર સમયે સિંચાઈ મંત્રી હતા.

નીતીશ સરકારના કાનુન મંત્રી કાર્તિકેય કુમાર સિંહ પણ વિવાદોમાં ફસાયા છે. તેમની ઉપર અપહરણ અંગેનો આરોપ છે. તેઓએ ૧૬મી ઓગસ્ટે કોર્ટમાં સરેન્ડર થવાનું હતું. પરંતુ કોર્ટમાં જવાને બદલે તેઓ મંત્રી પદના શપથ લઈ રહ્યા હતા. જો કે કોર્ટે તેની ઉપર વોરંટ જારી કર્યું છે. પ્રશ્ન તે છે કે તેઓ હાથમાં આવશે ?



https://ift.tt/vaW3tJ5 from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/d3SoWb9

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ