- લડાખના કોંગ-લા પાસ પાસેની આ વિશાળ ખીણમાં અનેક રહસ્યો રહેલા છે
નવી દિલ્હી : લડાખ પોતાના નૈસર્ગિક સૌંદર્ય ઉપરાંત 'એલિયન રહસ્ય' માટે પણ જાણીતું બની ગયું છે. તેના 'કોંગ-લા' પાસમાં અનેકાનેક રહસ્યો રહેલા છે ેતે પ્રદેશ પાસેની વિશાળ ખીણને એલિયનના અડ્ડા તરીકે પણ ઓળખવામાં આવે છે એવું પણ જાણવા મળ્યું છે કે, આ વિસ્તારમાં ઘણાંએ તો પરગ્રહવાસીઓને નજરે જોયા છે તેથી તેને ઉડતી રકાબીના બેઝ તરીકે ઓળખવામાં આવે છે. આથી ઘણા વિજ્ઞાાનીઓ તે અંગે સંશોધન પણ કરી રહ્યા છે.
આ વિસ્તાર તે એવો વિસ્તાર છે કે ત્યાં કદી કોઈ રહેતું જ ન હતું. આ 'અલિયન્સ'ને સમજવા માટે ૨૦૦૪માં સઘન અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો ત્યાં રોબોટ જેવું કશું ચાલતું જોવામાં આવતા ભાગ્યે જ તે પ્રદેશમાં જનારા પૈકીના એકે સરકારને ખબર આપ્યા. તુર્ત જ વિજ્ઞાાનીઓની એક ટુકડી ત્યાં જવા રવાના થઈ પરંતુ તેઓ ત્યાં પહોંચે તે પહેલાં તે 'રોબોટ' ગાયબ થઈ ગયો.
આ કોઈ એકમાત્ર ઘટના ન હતી. ૨૦૧૨માં ભારતીય સૈના અને ઇન્ડો-તિબેટ- બોર્ડર પોલીસ (ITBP) ના જવાનોએ પણ આવી રહસ્યમય ચીજ જોયાની પુષ્ટિ કરી છે. સેનાએ જ રીપોર્ટ દિલ્હી મોકલ્યો તેમાં પણ જણાવવામાં આવ્યું હતું કે, તે ક્ષેત્રમાં UFO અનઆઇડેન્ટીફાઇડ ફ્લાઇંગ ઑબ્જેક્ટ જોવા મળ્યું છે. પરંતુ તે રીપોર્ટ જાહેર કરાયો નહીં.
આવી ઘટનાઓ અંગે વિજ્ઞાાનીઓમાં પણ જુદા જુદા મંતવ્યો છે. કેટલાક વિજ્ઞાાનીઓ કહે છે કે, 'કોંગ-લા'માં જે ખીણ છે તે દુનિયાની સૌથી પ્રાચીન ખીણ પૈકીની એક છે ખીણ છે તેની ઉંડાઈ અન્ય પ્રદેશોની ખીણ કરતા બમણી છે તેની આસપાસ ઘણી મજબૂત ચટ્ટાનો છે તે UFO ને ઉતરવા માટે ઘણું સલામત સ્થળ છે.
બીજી તરફ કોઈ વિજ્ઞાાની એમ પણ કહે છે કે, UFO જેવું કશું જ હોતું નથી કારણ કે તે માટે કોઈ મજબૂત પુરાવા મળતા નથી કે જેના આધારે તેની પુષ્ટિ કરવામાં આવે.
એલિયન્સ અંગે ચર્ચા વધતા DRDO અને નેશનલ ટેક્નિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન્સે સંયુક્ત રીતે અભ્યાસ હાથ ધર્યો હતો. પરંતુ કોઈ ચોક્કસ નિર્ણય આવી શક્યા ન હતા.
જે ખીણ વિષે આપણે વાત કરતા હતા તે ભારત ચીન વચ્ચેની LACની નજીક છે તેથી સામાન્ય જનતાને ત્યાં જવા પર પ્રતિબંધ છે. તો બીજી તરફ સ્થાનિકોનું કેહવું છે કે, ભારત અને ચીન બંને તરફે UFO જમીન ઉપર ઉતરતા જોવા મળ્યા છે. આ હકીકત અંગે બંને દેશોની સેનાઓ વાકેફ છે પરંતુ તેમાં સત્ય શું છે તે આજ સુધી રહસ્યમય જ રહ્યું છે.
૨૪મી જુન ૧૯૪૭ના દિવસે પહેલી જ વાર યુ.એસ.ના વૉશિંગ્ટન સ્ટેટમાં માઉન્ટ રેનિયર નજીક નવ હાઇસ્પીડ ઑબ્જેક્ટ જોવા મળ્યા હતા તે નજરે જોનારાઓનું કહેવું છે કે લોકોએ UFO અંગે જાગૃત થવાની જરૂર છે. લોકોને અન્ય ગ્રહો ઉપર પણ જીવન હોવા અંગે માહિતી આપવી જરૂરી પણ છે.
વિજ્ઞાાનીઓ કહે છે કે આપણી ગેલેક્સી (આકાશ ગંગા)માં પૃથ્વી જેવા લાખ્ખો ગ્રહો હોઈ જ શકે ત્યાં પણ વનસ્પતિ, પશુ પક્ષી કે માનવીઓ હોઈ જ શકે તે પૈકી કોઈ ગ્રહમાં આપણી કરતા પછાત સંસ્કૃતિ પણ હોય તો કેટલાકમાં આપણા કરતા ઘણી જ આગળ વધેલી સંસ્કૃતિ પણ હોય તેઓ આપણો સંપર્ક સાધવા પણ માંગતા હોય કેટલાક પૃથ્વી પર આવતા પણ હોય પરંતુ તેઓ એકાન્ત જેવા સ્થળો ઉતરાણ માટે પસંદ કરે તે સુરક્ષાની દ્રષ્ટિએ તેમને માટે યોગ્ય ગણી શકાય.
https://ift.tt/SvHAELB from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/m6hdetn
0 ટિપ્પણીઓ