નવી દિલ્હી : આજ તા. ૧૮-૮-૨૨ના દિને સ્વાતંત્ર્ય સંગ્રામના એક અગ્રીમ સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની પુણ્ય તિથિ છે. તેઓની પુણ્ય તિથિના દિવસે દર વર્ષે તેઓના નિધન અંગે ચર્ચા શરૂ થાય છે. તેવું પણ કહેવાય છે કે તેઓના નિધન ફરતું રહસ્ય રહેલું છે. આજના દિવસે તેઓના જીવન અને કાર્ય તથા નિધન વિષે જનસામાન્યને જાણવાની ઇચ્છા હોય જ તે સહજ પણ છે. આ અંગે સરકારે એક વેબસાઇટ બનાવી છે. તેમાં તેઓના જીવન અને નિધન સહિતની ઘણી વાતોની સ્પષ્ટતા કરવામાં આવી છે.
૧૮/૮/૪૫ના દિને પ્લેન ક્રેશમાં તેઓ સ્વર્ગસ્થ થયા, ટોકયોના રેન્કોજી ટેમ્પલમાં તેઓનાં અસ્થિ આજે પણ સુરક્ષિત રહ્યાં છે
ભારત સરકારે ૨૦૧૬ થી આ અંગે સઘન પ્રયત્નો શરૂ કર્યા છે. કેટલાએ દસ્તાવેજો સાર્વજનિક કર્યા છે. તેના આધારે નેતાજીના જીવન સંબંધી કેટલીક ખાસ વાતો જાણીએ.
આ પૂર્વે પણ ભારત સરકારે એક ઇન્કવાયરી કમિશન નિયુકત કર્યું હતું. તેમણે ૧૧મી સપ્ટેમ્બર ૧૯૫૬ના દિવસે જે રિપોર્ટ રજૂ કર્યો તેમાં સ્પષ્ટતઃ જણાવવામાં આવ્યું છે કે નેતાજીનું નિધન તા. ૧૮ ઓગસ્ટ ૧૯૪૫ના દિવસે તાઇકુમાં થયેલા પ્લેન ક્રેશમાં તેઓનું નિધન થયું હતું.
તા. ૧૬મી ઓગસ્ટે (૧૯૪૫)ના દિવસે તેઓ બેંગકોકથી મંચુરિવા જવા નીકળ્યા હતા અને રશિયા જવાની તૈયારી કરતા હતા. તે દરમિયાન ૧૮મી ઓગસ્ટે જ તાઇહોકુમાં પ્લેન ક્રેશ થઈ ગયો અને તેમાં તેઓ સખ્ત રીતે દાઝી ગયા.
તુર્ત જ તેઓને તાઇહોકુની હોસ્પિટલમાં દાખલ કરાયા. પરંતુ બચી ન શકયા. તાઇહોકુમાં જ તેઓના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા.
તે પછી તેઓનાં અસ્થિ જાપાન લઈ જવામાં આવ્યાં, જે જાપાનનાં રેંકોજી ટેમ્પલમાં સુરક્ષિત રખાયાં છે.
આ રિપોર્ટમાં તેમ પણ લખવામાં આવ્યું છે કે ઘણા લોકોએ તેઓના કપડાં સળગતાં જોયા હતા.
દ્વિતીય વિશ્વ યુદ્ધ લગભગ સંપન્ન થવા ઉપર હતું. પશ્ચિમી સત્તાઓ સામે જર્મની, ઇટાલી અને જાપાન ઉપર પરાજય તોળાઈ રહ્યો હતો, ત્યારે નેતાજીએ રશિયા જવા નિર્ણય કર્યો.
તે કમિટીએ તેમ પણ જણાવ્યું છે કે, નેતાજીનાં નિધનના સમાચારો જે રીતે આપવામાં આવ્યા હતા તેથી જ તે અંગે સંદેહ ઉત્પન્ન થતો રહ્યો, સાથે રહસ્ય ઘુંટાતું રહ્યું. પરિણામે આ મુશ્કેલી ઉભી થઈ છે.
આ દસ્તાવેજોમાં તેઓના પત્ની અને પુત્રી અંગે પણ માહિતી અપાઇ છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમીટી (AICC) ૧૯૬૪ સુધી સુભાષ બાબુના પુત્રી- અનિતા બોઝ ને દર વર્ષે ૬૦૦૦ રૂપિયા મોકલતી હતી. આ સીલસીલો ૧૯૬૫માં તેઓના લગ્ન પછી બંધ થયો. વાસ્તવમાં તેઓએ જ તે રકમ નહીં મોકલવા AICC ને જણાવી દીધું હતું.
કેટલાક તેવો પણ દાવો કરે છે કે, પશ્ચિમ બંગાળની સરકારે થોડા વર્ષો પૂર્વે જ ૬૪ ફાઇલો સાર્વજનિક કરી હતી. તેમાં નેતાજીનું નિધન પ્લેન ક્રેશમાં થયું ન હતું તેમ કહેવામાં આવ્યું છે. જો કે ઘણાનું કહેવું છે કે હજી ઘણી ફાઇલો આવવાની બાકી છે.
કેટલાક તો ત્યાં સુધી કહે છે કે ૧૯૬૬માં તાશ્કંદ-કરારો થયા ત્યારે નેતાજી ત્યાં ઉપસ્થિત હતા. પરંતુ આ વિધાનોને કોઇ સબળ પ્રમાણો નથી.
https://ift.tt/0ziRxq1 from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/DnkhKzB
0 ટિપ્પણીઓ