મારી સાથે સબંધ નહી રાખે, તો તારી જીંદગી બગાડી નાંખીશ' યુવતીની બદનામી કરતો સાયબર એટેક


અમદાવાદ :  ફાઈનાન્સ કંપનીમાં જોબ કરતી યુવતીને માર સાથે સબંધ નહી રાખે તો તને બદનામ કરી દઈશ, તેવી ધમકી આપી ઇન્સ્ટાગ્રામ આઈડી પર યુવતીના ફોટો  મૂકી બિભસ્ત લખાણ લખનાર શખ્સ સામે સાયબર સેલમાં મંગળવારે ફરિયાદ થઈ છે. યુવતી પર થયેલા આ સાયબર એટેક અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

ફાઈનાન્સ કંપનીમાં કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતી યુવતીના જન્મદિવસે લોયલ ગર્લ નામના ઇન્સ્ટા આઈડી પર પૂર્વ પ્રેમી સાથેના ફોટો મૂકી અજાણ્યા શખ્સે બિભસ્ત લખાણ લખ્યું હતું.આરોપીએ આ ફોટો યુવતીના મંગેતર અને તેના સગાસંબંધીઓને મોકલ્યા હતા. બનાવ અંગે આ આઈડી ધારકને મેસેજ કરી સમજાવવાનો પ્રયાસ થયો પણ તે માન્યો ન હતો. 

યુવતીને સતત બદનામ કરતા મેસેજ અને ધમકીઓ આરોપી દ્વારા આપવામાં આવતી હતી. બનાવને પગલે યુવતીએ સાયબર સેલમાં આરોપી વિરૂધ્ધ ફરિયાદ આપી હતી. પોલીસે આરોપી અંગે તપાસ શરૂ કરી છે.



https://ift.tt/eJnNouC

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ