બોગસ નોટરાઈઝ ભાડા કરાર બનાવી ONGCના નિવૃત્ત અધિકારીના મકાન પર કબજો જમાવ્યો


અમદાવાદ : ચાંદખેડામાં બોગસ નોટરાઈઝ ભાડા કરાર બનાવી ONGCના નિવૃત્ત અધિકારીના મકાન પર કબજો જમાવી કરી લીધાની ફરિયાદ મંગળવારે નોંધાઈ છે. વૃદ્ધ અધિકારીને આરોપીએ મકાન વેચી દેવા નહિ તો જાનથી મારવાની ધમકી આપી હતી. અધિકારીએ બે વર્ષ માટે મકાન ભાડે આપ્યું તે દરમિયાન ફરિયાદીના કિંમતી સામાનની ચોરી આરોપીઓએ કરી હતી. 

ઓએન્જીસીના પૂર્વ ગ્રુપ જનરલ મેનેજર બીરેન્દ્રનારાયણ ઉપેન્દ્રનારાયણ ઝાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આરોપી નવીનકુમાર શેષનારાયણ સિંઘનાઓ વિરૂધ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ ફરિયાદી ગ્રુપ જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા તે સમયે ઓએન્જીસીમાં સ્ટેશનરી સપ્લાય કરતા નવીનકુમાર સાથે પરિચય થયો હતો. નવીનકુમાર ફરિયાદીના નાના મોટા કસમ કરતા હોવાથી સબંધ થયા તેમજ એકબીજા પર પાક્કો ભરોડો બેસી ગયો હતો. ફરિયાદી ઓએન્જીસીમાંથી નિવૃત્ત થયા બાદ તેઓને મુંબઈ નોકરી મળતા પત્ની સાથે 2014ની સાલમાં ત્યાં ગયા હતા. ફરિયાદી બે ત્રણ મહિને તેઓના ચાંદખેડા ખાતેના ઈશાન બંગલોવાળા મકાને આવતા જતા રહેતા હતા. 

ઓક્ટોબર,2017માં નવીને ઈશાન બંગલોનો ગ્રાઉન્ડ ફ્લોર  બે વર્ષ માટે ભાડે માંગ્યો હતો. જે સમયે કરારમાં ઉપરના માળ ન વાપરવાનું લખાણ હતું. બે વર્ષ બાદ ફરિયાદીએ ખાલી કરવા અથવા ભાડા કરાર જણાવ્યું હતું.જોકે તે પછી કરાર થઈ શક્યો નહી તેમજ ફરિયાદી અમદાવાદ આવી શક્ય ન હતા. દરમિયાન જૂન,2022માં ફરિયાદી અમદાવાદ આવ્યા તો જાણ થઈ કે, તેઓનો ઉપરના માળે રહેલો સમાન આરોપીએ એક રૂમમાંથી બીજા રૂમમાં ભર્યો હતો. આ ઉપરાંત ફરિયાદીના સોના ચાંદીની ભગવાનની મૂર્તિઓ અને આભૂષણોની ચોરી થઈ હતી. 

આરોપીએ ફરિયાદીની સહીવાળો 15 વર્ષનો ખોટો નોટરાઈઝ ભાડા કરાર બનાવ્યો હતો. ફરિયાદી દાગીના અને ઉપરના સામાનની હેરફેર અંગે પૂછતાં ઉશ્કેરાયેલા આરોપીએ ધમકી આપી કે, હવે અહીંયા આવતો નહી. આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. બનાવ અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



https://ift.tt/Hb4hCul

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ