લગ્નને હજુ એક જ દિવસ થયો હતો ને મળ્યું મોત : પતિ - પત્ની ઘરમાં રાત્રે સુતા હતા ત્યારે વડિયાના શખ્સે ઘરમાં ઘુસી છરીના આડેધડ ઘા ઝીંકયા: આરોપી જૂનાગઢથી ઝડપાયો
જસદણ, : જસદણના પ્રતાપપુર (નવાગામ) ગામે રહેતા યુવાનના લગ્ન 1 દિવસ પૂર્વે ૧૫મી ઓગસ્ટે થયા હતાં. અને ગત રાત્રીના પતિ - પત્ની ઘરમાં સુતા હતા. ત્યારે તેની પત્નીના પ્રેમી એવા વડિયાના શખ્સે ઘરમાં ઘુસી યુવાનને છરીના આડેધડ પાંચ ઘા ઝીંકી યુવાનને મોતને ઘાટ ઉતારીને નાશી ગયો હતો. બનાવના પગલે મૃતકનો પરવાર હતપ્રત બની ગયો હતો. અને મૃતદેહને જસદણ સરકારી હોસ્પિટલે પી.એમ. માટે ખસેડાતા જયાં સુધી હત્યારો ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. બાદમાં બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ હત્યારો શખ્સ જૂનાગઢથી ઝડપાઈ જતા મૃતદેહને પરિવારે સ્વીકારી લીધો હતો. પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.
આટકોટ પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ જસદણ તાલુકાના પ્રતાપપુર (નવાગામ) ગામે રહેતા કમલેશભાઈ મોહનભાઈ ચાવડા (ઉ.વ. 32) ના લગ્ન તા. 15મી ઓગસ્ટે વડિયા ગામે રહેતા અરવિંદભાઈ ઉર્ફે લાખાભાઈ મંગાભાઈ પરમારની દીકરી કોમલબેન સાથે જ્ઞાાતિના રીતરિવાજ મુજબ થયા હતાં. કમલેશભાઈના આ બીજા લગ્ન હતા. કમલેશભાઈ તથા તેના પત્ની કોમલબેન ગત રાત્રીનાં ઘરમાં સૂતા હતા ત્યારે અંદાજે પોણાબારના અરસામાં કમલેશભાઈએ રાડા રાડ કરતા પરિવારના સભ્યો જાગીને દોડયા હતાં. અને ઘરના નવેળામાં કમલેશભાઈને કોઈ શખ્સ આડેધડ છરીના ઘા ઝીંકતો હતો. તેથી કમલેશભાઈના ભાઈ વિનોદભાઈ તથા બનેવી પરેશભાઈ ત્યાં જતા અને તેને પકવડાની કોશીશ કરતા તે શખ્સ પરેશભાઈ સાથે ઝપાઝપી કરી ધક્કો મારી નાસી ગયો હતો. કમલેશભાઈને છરીના આડેધડ ઘા ઝીંકાયા હોઈ લોહીલુહાણ હાલતમાં પડી ગયા હતાં. પરિવારના અન્ય સભ્યો એકત્ર થઈ જતા દેકારો મચ્યો હતો.
કમલેશભાઈને લોહીલુહાણ હાલતમાં આટકોટ હોસ્પિટલે સારવાર માટે ખસેડાતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતાં. અને તેમના મૃતદેહને પી.એમ. માટે જસદણ સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો. આ અંગે પોલીસને જાણ કરાઈ હતી.
બાદમાં ઘરમાં જયાં બનાવ બન્યો ત્યાં તપાસ કરતા લોહીવાળી છરી, તથા પાકીટ મળી આવ્યું હતું. અને પાકીટમાં યશવંતભાઈ મકવાણા નામનું સિક્યુરીટીનું આઈકાર્ડ મળી આવ્યું હતું. આ બાબતે મૃતક કમલેશભાઈના ભાઈ વિનોદભાઈ સહિત પરિવારજનોએ કમલેશભાઈની પત્ની કોમલબેનની પૂછપરછ કરતા તેમણે જણાવેલ કે તેના પ્રેમી યશવંત ઉર્ફે અશ્વિન મહેશભાઈ મકવાણનું પાકિટ અને કાર્ડ છે. તેથી મૃતક કમલેશભાઈના ભાઈ વિનોદભાઈ મોહનભાઈ ચાવડાએ પોતાના ભાઈ કમલેશભાઈની હત્યા અંગે યશવંત ઉર્ફે અશ્વીન મકવાણા (રહે, વડિયા) સામે આટકોટ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. તથા મૃતકના પરિવારજનોએ જયાં સુધી હત્યારો શખ્સ નહીં ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઈન્કાર કરી દેતા પોલીસ તંત્ર ધંધે લાગ્યું હતું. જયારે આરોપી યશવંતને બપોરના અરસામાં જૂનાગઢથી ઝડપી લેવાયો હતો. બાદમાં પરિવારે મૃતદેહ સ્વીકાર્ હતો. આટકોટ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકની પત્ની પ્રેમી સાથે અગાઉ ભાગી ગઈ હતી
મૃતક કમલેશભાઈની પત્ની કોમલબેનને વડિયા ગામના યશવંત ઉર્ફે અશ્વીન મહેશભાઈ મકવાણા સાથે પ્રેમસંબંધ હોઈ બન્ને ઘરેથી નાસી ગયા હતાં અને થોડા દિવસ પહેલાં જ ોકમલબેન તેના માતા પિતાના ઘરે પાછા આવ્યા બાદ કમલેશભાઈ સાથે લ્ગન કર્યા હતાં. તેથી તેનો ખાર રાખી યશવંતે કમલેશભાઈની હત્યા નિપજાવી હોવાનું ખુલ્યું છે. મૃતક યુવાનના આ બીજા લગ્ન હતા
મૃતક કમલેશભાઈના અગાઉ કોઠી ગામની યુવતી સાતે લગ્ન થયા હતાં. તેમને ૬ વર્ષની પુત્રી છે. બાદમાં પત્ની ાસથે અણબનાવ થતા દોઢ માસ પહેલાં છુટા છેડા લીધા હતાં. જયારે પુત્રી તેમની સાથે જ રહેતી હતી. બાદમાં તેમના માસીયાઈ ભાઈ મહેશભાઈના સાળી કોમલબેન સાતે હજુ બે દિવસ પૂર્વે જ બીજા લગ્ન કર્યા હતાં. અને લગ્નના બીજા જ દિવસે પત્નીના પ્રેમીએ તેમની હત્યા નિપજાવી હતી.
https://ift.tt/8rpKNLf
0 ટિપ્પણીઓ