નવી દિલ્હી, 18 ઓગસ્ટ,2022,ગુરુવાર
રક્ષાબંધન અને જન્માષ્ટ્રમી પવિત્ર શ્રાવણ માસમાં મોટા બે તહેવારો છે. રક્ષાબંધન ભાઇ બહેનના પવિત્ર સંબંધ સૂચવે છે જેમાં બહેન ભાઇના કાંડે રક્ષાની રાખડી બાંધે છે. જન્માષ્ટ્રમીએ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ દિન છે. જો કે નવાઇની વાત તો એ છે કે શ્રાવણની પુનમે આવતો રક્ષાબંધન તહેવાર શ્રાવણ વદ આઠમના દિવસે પણ ઉજવાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોઇ પણ કારણોસર રક્ષાબંધન ના ઉજવી શકયા હોય તે પરીવારો જન્માષ્ટ્રમીએ રક્ષાબંધન ઉજવે છે. ભાઇ બહેનના કાંડા પર રાખડી બાંધીને શુભકામના આપે છે. ભારતના કાંઠા વિસ્તાર, કેટલાક સમુદાયો અને અંતરિયાળ વિસ્તારોમાં જન્માષ્ટ્મી અને રક્ષાબંધન એક સાથે ઉજવવામાં આવે છે. જન્માષ્ટ્રમીના દિવસે બહેન ભાઇના ઘરે આવે ત્યારે રાખડી પણ લેતી આવે છે.
મહાભારતની કથા મુજબ દ્વોપદીએ પોતાની સાડીના પાલવને ફાડીને ભગવાન શ્રીકૃષ્ણના હાથ પર બાંધ્યો હતો. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ દ્વોપદીને રક્ષણ કરવાનું વચન આપ્યું હતું. ત્યાર પછી કૃષ્ણએ ધૃતરાષ્ટ્રના દરબારમાં દ્વોપદીના ચીરહરણ સમયે ચીર પુરીને તેના નારી સન્માનની રક્ષા કરી હતી. આથી એ રીતે રક્ષાબંઘનને ભગવાન કૃષ્ણ સાથે સંબંધ છે અને જન્માષ્ટ્રમી કૃષ્ણનો જન્મોત્સવનો મહાપર્વ છે.
https://ift.tt/DoNjI1P from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/0dLBuT3
0 ટિપ્પણીઓ