વડોદરા,ધો.૧૨ માં સારા માર્ક્સ નહી આવતા એમ.એસ.યુ.માં બીબીએ માં એડમિશન નહી મળતા હતાશ થયેલી વિદ્યાર્થિનીએ ઘરે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે.જે અંગે લક્ષ્મીપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,લક્ષ્મીપુરા રોડ પર શિવાલય ડૂપ્લેક્સમાં રેહતા નારાયણભાઇ મહાતો વેપાર કરે છે.તેમનો મોટો પુત્ર તેમની સાથે ધંધામાં મદદ કરે છે.તેનાથી નાની પુત્રીએ એમ.સી.એ.સુધીનો અભ્યાસ કર્યો છે.અને સૌથી નાની પુત્રી કરૃણાએ હાલમાં જ ધો.૧૨ ની પરીક્ષા પાસ કરી છે.તેને એમ.એસ.યુ.માં બીબીએ માં એડમિશન લેવું હતું.પરંતુ,સારા ટકા નહી આવતા એમ.એસ.યુ.માં તેને એડમિશન મળ્યું નહતું.તેના કારણે તે હતાશ થઇ ગઈ હતી.પરિવારજનોએ તેને સમજાવી હતી.
ગઇકાલે સાંજે મંદિરે જવા માટે મોટી બહેન તેને બોલાવવા તેના રૃમમાં ગઇ હતી.પરંતુ, રૃમનો દરવાજો બંધ હોવાથી તેને શંકા થઇ હતી.તેણે અન્ય પરિવારજનોને બોલાવતા તેઓેએ બળ વાપરીને દરવાજો ખોલ્યો હતો.ત્યારે કરૃણાને ગળા ફાંસો ખાધેલી હાલતમાં જોઇ હતી.તેઓએ કરૃણાને નીચે ઉતારી ત્યારે તે તરફડિયા મારતી હતી.પુત્રીને તાત્કાલિક તેઓ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા.પરંતુ,તેનો જીવ બચાવી શક્યા નહતા.
https://ift.tt/IkfTjGt
0 ટિપ્પણીઓ