વડોદરા, એમ.ડી.ડ્રગ, ચરસ તેમજ પેન્ટાજોસીનના ઇન્જેક્શનનો જથ્થો લાવી શહેરમાં યુવાધનને નશાના રવાડે ચડાવનાર કબીરખાન સરદારઆલમખાન પઠાણ (રહે.ખ્વાઝા ગરીબ નવાઝ પાર્ક, ડી - કેબિન રોડ, નવાયાર્ડ) તથા ચિંતન ઉર્ફે ચિન્ટુ વિનોદભાઇ પટેલ (રહે.યોગેશ્વર પાર્ક સોસાયટી, માંજલપુર) ને એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડયા હતા.પોલીસે તેઓની પાસેથી માદક દ્રવ્યોનો જથ્થો તથા અન્ય ચીજ વસ્તુઓ મળીને કુલ રૃપિયા ૫.૩૮ લાખનો જથ્થો કબજે કર્યો હતો.ચિંતને પોલીસને જણાવ્યું હતું કે,માદક દ્રવ્યો મુંબઇના મકરાણી નામના શખ્સ પાસેથી લાવ્યા હતા.
પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી.પોલીસે જણાવ્યું હતું કે,આરોપીઓ પૂછપરછ દરમિયાન સતત ગેરમાર્ગે દોરી રહ્યા છે.ગુનાના મૂળ સુધી પહોંચવા માટે આરોપીઓની લાંબા સમય સુધીની હાજરીની જરૃરિયાત છે.કબીર એમ.બી.એ.થયેલો છે.જ્યારે ચિંતન મિકેનિકલ એન્જિનિયર છે.બંને શિક્ષિત હોવા છતાંય માદક દ્રવ્યોનું વેચાણ કરે છે.આ ધંધામાં અન્ય કોણ - કોણ સામેલ છે ? તેની તપાસ કરવાની છે.આંતર રાજ્ય ડ્રગ સ્પલાયરની સંડોવણી હોવાની શક્યતા છે.ચિંતનની ઓળખાણ મુંબઇની ડ્રગ સપ્લાયર રૃબી મારફતે ડ્રગ સપ્લાયર મકરાણી (રહે.જાનકી દેવી સ્કૂલ પાસે, લોખંડવાલા, મુંબઇ) સાથે પરિચય થયો હતો.ચિંતન મુંબઇના ડ્રગ સપ્લાયર રૃબી તથા મકરાણી ના રહેઠાણ અને અડ્ડાઓની વાકેફ હોવાથી તેને લઇને મુંબઇ જઇ તપાસ કરવાની છે.
ડ્રગની હેરાફેરીમાં સામેલ સપ્લાયર, કેરિયર, બાયર તથા પેડલર કોણ છે ? તેની તપાસ કરવાની છે.આરોપીઓની કોલ ડિટેલ્સ મેળવવાની છે.તેઓની હાજરી અંગે તપાસ કરી બેન્ક એકાઉન્ટ્સની વિગતો મેળવવાની છે.તેમજ ડ્રગ્સના ધંધાથી મળેલી મિલકતોની તપાસ કરવાની છે.કોર્ટે આરોપીઓના તા.૨૦ મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ચિંતન ડ્રગ્સની સાથે વિદેશી દારૃ પણ વેચતો હતો
વડોદરા,ચિંતન સામે તેની પત્નીએ પણ મહિલા પોલીસ સ્ટેશનમાં સ્ત્રી અત્યાચારની ફરિયાદ વર્ષ - ૨૦૧૬ માં નોંધાવી છે. ચિંતન માદક દ્રવ્યો ઉપરાંત દારૃનો પણ ધંધો કરતો હતો.તેની સામે અગાઉ વર્ષ - ૨૦૧૯ માં સમા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ, માંજલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ,વર્ષ - ૨૦૧૭ માં જે.પી.રોડ પોલીસ સ્ટેશન, વર્ષ - ૨૦૨૧ માં માંજલપુરમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ દાખલ થયા છે.
https://ift.tt/hVI81D4
0 ટિપ્પણીઓ