નવી દિલ્હી, 23 ઓગસ્ટ,2022,મંગળવાર
9 માર્ચ 2022ના રોજ પાકિસ્તાનમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. ભારતની સરહદ પરથી એક મિસાઇલ પાકિસ્તાનની સરહદની અંદર ભૂલથી અકસ્માતે ફાયર થઇ હતી. પાકિસ્તાનના કેટલાક રાજકારણીઓએ ભારત પર જાણી જોઇને આમ કરવાનો આરોપ મુકયો હતો પરંતુ ભારતે માનવીય ભૂલ ગણાવીને ઘટનાની ન્યાયી તપાસ કરવાની ખાતરી આપી હતી. તપાસના અંતે ભારતીય વાયુસેનાના ત્રણ અફસરોને જવાબદાર ગણીને ટર્મિનેટ કરવામાં આવ્યા છે.
એ સમયે ભારતની સુપર સોનિક મિસાઇલ પાકિસ્તાનના લાહોર નજીક 275 કિમી દૂર આવેલા વિસ્તારમાં પડી હતી. આનાથી એક કોલ્ડ સ્ટોરેજને નુકસાન થયું હતું પરંતુ કોઇ જાન હાની થઇ ન હતી. આ ઘટના પછી ભારતની વાયુસેનાએ માફી માંગી હતી એટલું જ નહી મિસાઇલ ભૂલી મિસ ફાયર થઇ હોવાની કબૂલાત પણ કરી હતી. 9 માર્ચના રોજ બનેલી આ ઘટના અંગે સંરક્ષણમંત્રીએ રાજયસભામાં વિગતવાર ખુલાસો પણ કર્યો હતો કે આ એક નિયમિત થતા મિસાઇલ પરીક્ષણ દરમિયાન બની હતી. એટલું જ નહી હાઇ લેવલ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. (તસ્વીર પ્રતિકાત્મક છે)
https://ift.tt/w2sUK0E from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/qyi8UBL
0 ટિપ્પણીઓ