- પ્રાણીપ્રેમીની નજર પડતા સારવાર માટે ખસેડયો : તબીબોએ પાંચ દિવસ અગાઉ કોઈકે પ્રવાહી છાંટ્યું હોવાનું જણાવ્યું
સુરત,તા.30 જુલાઈ 2022,શનિવાર
સુરતના છેવાડાના દામકા ગામમાં ફરી કોઈકે રખડતા બળદ ઉપર જવલનશીલ પ્રવાહી છાંટ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના મોરાગામ મોટાવાડા વાસ ઘર નં.27 માં રહેતા અને મોરા ત્રણ રસ્તા પાસે ખેતલાઆપા નામે ચા-નાસ્તાની દુકાન ધરાવતા 31 વર્ષીય વિજયભાઈ ઉર્ફે શશી કેશવભાઈ આહિર પ્રાણી કલ્યાણ પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.ગત બપોરે 3.30 કલાકે તે રાજગરી ગામ ખાતે હનુમાન મંદિરે દર્શન કરી કારમાં ઘરે પરત ફરતા હતા ત્યારે દામકા ગામ નાગર મહોલ્લા પાસે રોડની સાઈડ પર એક રખડતો બળદ પીઠ તેમજ પાછળના ભાગે બંને પગમાં દાઝેલી હાલતમાં કણસતો નજરે પડતા તેમણે કાર અટકાવી આ અંગે પોતાના ગ્રુપના સભ્યોને જાણ કરી હતી.
બાદમાં તેમણે બળદને મજૂરાગેટ નંદની હોસ્પિટલમાં ખસેડતા ત્યાં સારવાર કરનાર તબીબે જણાવ્યું હતું કે આશરે સાતથી આઠ વર્ષના બલ્ડ ઉપર ચારથી પાંચ દિવસ અગાઉ કોઈકે જવલનશીલ પ્રવાહી છાંટતા તે દાઝી ગયો છે. આ અંગે વિજયભાઈએ ઇચ્છાપોર પોલીસ મથકમાં પશુઓ પ્રત્યેનું ઘાતકીપણું અટકાવવાના અધિનિયમન હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
https://ift.tt/qcJZ2FU from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/kBXxGPl
0 ટિપ્પણીઓ