- બાઈક પર આવેલા બે અજાણ્યાએ ફાયરીંગ કરતા ગોળી ખભામાં વાગી : ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા
સુરત,તા.22 જુલાઈ 2022,શુક્રવાર
સુરતના સરથાણા વિસ્તારમાં આજે વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળેલા યુવાન વેપારી ઉપર ફાયરીંગ કરી બાઈક પર આવેલા બે અજાણ્યા ફરાર થઈ ગયા હતા. વેપારીને ગોળી ખભામાં વાગતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા.બનાવને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી.
સુરતના સરથાણા શ્યામધામ મંદિર નજીક આજે વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળેલા કાપડના વેપારી હિરેન મોરડીયા ઉપર બાઈક પર આવેલા બે અજાણ્યાએ ફાયરિંગ કર્યું હતું અને ફરાર થઈ ગયા હતા. ફાયરિંગમાં ગોળી વેપારીને ખભામાં વાગી હતી અને તે લોહીલુહાણ હાલતમાં નીચે પટકાયા હતા. બનાવને પગલે એકત્ર થયેલા લોકોએ વેપારીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા. બનાવની જાણ થતા સરથાણા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
https://ift.tt/vyJ02Mj from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/KIF6BDo
0 ટિપ્પણીઓ