પ્રોજેક્ટ કેના શૂટિંગમાં દીપિકાનાં નખરાંથી પ્રભાસ કંટાળ્યો


- દીપિકા તબિયત બગડી હોવાની વાત નિર્માત્રીએ નકારી

- બંને સ્ટાર વચ્ચે મતભેદના કારણે શૂટિંગ બંધ રહ્યાની ચર્ચાઃ જોકે, ફિલ્મ સર્જકોનો રદિયો

મુંબઇ : હૈદરાબાદમાં સાથે શૂટિંગ કરી રહેલાં દીપિકા પાદૂકોણ અને સાઉથના સુપરસ્ટાર પ્રભાસ વચ્ચે કોઈ મુદ્દે અણબનાવ સર્જાયો છે અને દીપિકાના નખરાંથી પ્રભાસ કંટાળ્યો હોવાથી શૂટિંગ મોકૂફ રખાયું હોવાની અફવા ફરી વળી છે. જોકે, ફિલ્મ સાથે સંકળાયેલા વર્તુળોએ આ અફવાઓને નકારી છે. 

થોડા દિવસો પહેલાં એવા સમાચાર હતા કે આ ફિલ્મના શૂટિંગ વખતે દીપિકાના હૃદયના ધબકારા એકદમ વધી જતાં તેણે તત્કાળ ચેકઅપ માટે હોસ્પિટલ દોડવું પડયું હતું. તે વખતે પ્રભાસે જ દીપિકા પુરતો આરામ કરી લે તે પછી શૂટિંગ ચાલુ કરવા જણાવ્યું હતું. 

હવે ફિલ્મની નિર્માત્રી પ્રિયંકા દત્તાએ દીપિકાની તબિયત બહગડી હોવાની સંપૂર્ણ વાતને અફવા માત્રમાં ખપાવી છે. તેણે કહ્યું હતું કે, દીપિકાની તબિયત સાથે જોડાયેલી તમામ વાતો ઉપજાવી કાઢેલી છે. આ સમાચાર ક્યાંથી વાયરલ થયા છે તે ખબર નથી, પરંતુ દીપિકા સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. 

દીપિકા તરફથી પણ સત્તાવાર રીતે આ ઘટના અંગે કશું જ કહેવાયું નથી.  ફિલ્મ મેકર્સ તરફથી આ અફવાઓને છેદ ઉડાડવા પ્રયાસ થઈ રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર દીપિકા અને પ્રભાસ બંને પોતપોતાની રીતે ટોચના સ્ટાર છે. બહુ જ પ્રોફેશનલ છે અને કોઈ અંગત મતભેદ હોય તો પણ તેનાથી શૂટિંગ કે કામ પર અસર પડવા દે તેવું શક્ય નથી. બંને મૂળ દક્ષિણ ભારતનાં હોવાથી ઉલ્ટાનું તેમના વચ્ચે વધારે સારુ બોન્ડિંગ છે. 




https://ift.tt/XWf6AZR

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ