મફતિયા પ્રેક્ષકોને કાઢવા ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કેકે માટે ઘાતક નિવડયાની શંકા


- હોલમાં એસી વગર હિસ્ટોટોક્સિક હાયોપોક્સિયાની સ્થિતિ સર્જાઈ

- ક્ષમતા કરતાં બમણાથી વધુ પ્રેક્ષકોની હાજરી અને સફોકેશનની ફરિયાદ: હોલ પરથી લઈ જવા માટે સ્ટ્રેચર પણ ન મળ્યું 

કોલકત્તા : કોલકત્તામાં કોન્સર્ટ દરમિયાન બંધ હોલમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતાં હિસ્ટોક્સિક હાયોપોક્સિયાની સ્થિતિ સર્જાઈ હોય અને તેના કારણે કેકેની શ્વસન ક્ષમતા પર દબાણ આવ્યા બાદ હાર્ટ એટેક આવી ગયો હોય તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે. હોલમાં એસી બંધ હાલતમાં હતું તેવા સમયે ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કેકે માટે ઘાતક નીવડયો હોવાની આશંકા પણ વ્યક્ત થઈ રહી છે. 

કોલકત્તાના નઝરુલ મંચ ખાતે કોલેજ ઓડિટોરિયમમાં કેકેના કાર્યક્રમ વખતની સ્થિતિનો ચિતાર કેટલાય ચાહકોએ સોશિયલ મીડિયામાં રજૂ કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર માંડ બે થી અઢી હજાર લોકો સમાઈ શકે તેવાં ઓડિટોરિયમમાં આશરે સાત હજાર લોકો આવી ગયા હતા. મફતિયા પ્રેક્ષકોને અટકાવવા માટેની કોઇ સિક્યુરિટી વ્યવસ્થા હતી જ નહીં. તેના કારણે ઓડિટોરિયમમાં અંધાધૂંધી મચી ગઈ હતી.  હોલનું એસી બે દિવસથી બંધ હતું. આગલી રાતે પણ અહીં કેકેનો પ્રોગ્રામ હતો ત્યારે પણ તેણે એસી બંધ હોવા અંગે ફરિયાદ કરી હતી. મંગળવાર રાતના કાર્યક્રમ દરમિયાન તેણે સ્ટેજ પરથી વારંવાર એસી ચાલુ કરવા અને કેટલીક લાઈટ્સ ચાલુ કરવાની અપીલ કરતાં કહ્યું હતું કે મને પાછળ બહુ બળતરા થઈ રહી છે. આ શો દરમિયાન કેકે ને ભારે પરસેવો છૂટી રહ્યો હોવાનું અને તેની તબિયત ઠીક નહીં હોવાનું કેટલાય વીડિયોમાં જણાઈ આવ્યું છે. 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અનુસાર કેકેની તબિયત લથડયા પછી પણ તેમને લઈ જવા માટે કોઈ એટેન્ડન્ટ કે સ્ટ્રેચરની વ્યવસ્થા મોજુદ ન હતી. તેમને બંને બાવડેથી પકડીને જ બહાર લઈ જવાયા હતા. હોલમાં હજારોની સંખ્યામાં હાજરી છતાં પણ કોઈ પેરામેડિકલ સ્ટાફ કે સાધનોની વ્યવસ્થા ન હતી. આ માટે સ્થાનિક આયોજકોની ભારે ટીકા થઈ રહી છે. 

કેકેના મોત બાદ સત્તાવાળા ઓડિટોરિયમનું એસી ચેક કરવા પહોંચ્યા 

બંધ ઓડિટોરિયમમાં એસી બંધ હોવાને કારણે સફોકેશનને પગલે કેકેની તબિયત લથડી હોવાના આક્ષેપો બાદ કોલકત્તાના સત્તાવાળા કેકેનાં મોતના બીજા દિવસે ઓડિટોરિયમનાં એસીની તપાસ કરવા દોડયા હતા. 

નઝરુલ મંચનું સંચાલન કરતી કોલકત્તા મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટીની એક ટીમ  ઘટના સ્થળે પહોંચી હતી.

 કેએમડીએના ડિરેક્ટર જનરલના વડપણ હેઠળની ટીમે ખાસ તો એસી બંધ હોવા બાબતે તપાસ કરી હતી. 

એસી બંધ હોવા છતાં કોન્સર્ટની પરવાનગી કેવી રીતે અપાઈ તે સહિતની બાબતોની પણ તપાસ કરવામાં આવી છે. 

દરમિયાન આ બનાવે રાજકીય રંગ પણ પકડયો છે. પશ્ચિમ બંગાળ ભાજપે આક્ષેપ કર્ય ોહતો કે મમતા બેનરજી સરકારમાં તંત્રની બેદરકારીથી કેકેનું મોત નીપજયું છે. કેકે જેવી વીઆઈપી હસ્તી માટે પૂરતીસલામતી વ્યવસ્થા ન હતી. 

જોકે, તૃણમૂળે આ આક્ષેપો ફગાવતાં કહ્યું હતું કે ભાજપે કોઈના મોત પર રાજકારણ રમવાનું બંધ કરવું જોઇએ. આ ઘટનાની તપાસ થઈ રહી છે. 



https://ift.tt/vGosB8n

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ