મુંબઈ,તા. 5 મે 2022,ગુરૂવાર
બહુ પ્રશંસા પામેલી ફિલ્મ 'જય ભીમ' ના સ્ટાર સૂર્યા અને દિગ્દર્શક ટી. જે. જ્ઞાનવેલ સામે વણીયાર કોમની લાગણી દુભાવવા બદલ એફઆઇઆર નોંધવાનો આદેશ ચેન્નાઇની એક અદાલત દ્વારા આપવામાં આવ્યો છે.
રુદ્ર વણીયાર સેના નામની સંસ્થાએ આ ફિલ્મમાં બે કોમ વચ્ચે દ્વેષ સર્જવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ કરતી અરજી કોર્ટમાં કરી હતી.
અગાઉ, સુનાવણી દરમિયાન સૂર્યા, તેની પત્ની જ્યોતિકા અને દિગ્દર્શક જ્ઞાનવેલ હાજર રહ્યા ન હતા. ત્યારબાદ કોર્ટ આ આદેશ આપતાં કહ્યું છે કે પ્રથમ દ્રષ્ટિએ ગુનો બન્યો હોવાનું અહીં જણાઈ રહ્યું છે. કેસની વધુ સુનાવણી તા. 20મી મે એ થશે.
આ ફિલ્મમાં નીચલી જાતિ ના આરોપીઓ પર કસ્ટડીમાં અત્યાચાર ગુજારતા પોલીસ કર્મચારીને વણીયાર કોમ નો દર્શાવ્યો છે. આ કોમને લગતાં કેટલાંક પ્રતીકો નો પણ ફિલ્મમાં ઉપયોગ કરાયો છે.
આ ફિલ્મમાં પ્રકાશ રાજનું પાત્ર હિન્દી બોલવા બદલ એક પાત્રને થપ્પડ મારે છે એ વિશે પણ વિવાદ થયો હતો.
પોલિસ કસ્ટડીમાં ગુજરાતા અત્યાચાર અને તેની સામેની કાનૂની લડતનું વેધક ચિત્રણ કરતી આ ફિલ્મને દેશ વિદેશમાં પ્રશંસા મળી છે. તેને ઓસ્કર નોમિનેશન માટે પણ મોકલવામાં આવી હતી.
https://ift.tt/YBqKwib
0 ટિપ્પણીઓ