- વડોદરાની ફાઇનાન્સીયલ કંપનીમાંથી કોલ કરી 1 લાખની લોનની લાલચ આપીઃ વ્હોટ્સએપ પર ડોક્યુમેન્ટ્સ મંગાવી બારોબાર લોન લઇ લીધી
સુરત,તા. 20 મે 2022,શુક્રવાર
સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનના પાર્સલ વિભાગના કોમ્પ્યુટર ઓપરેટરને 1 લાખ રૂપિયાની લોન અપાવવાની લાલચ આપી તેના ડોક્યુમેન્ટ્સના આધારે બારોબાર 50 હજારની કન્ઝ્યુમર લોન લઇ ઠગાઇ કરનાર વિરૂધ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાય છે.
સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનના પાર્સલ વિભાગના કોમ્પ્યુટર ઓપરેટર યોગેશ નરેશ કાનુડાવાલા (ઉ.વ. 30 રહે. કોળી ફળીયા, પ્રગતિ સ્કૂલ પાસે, બેગમપુરા) પર બે મહિના અગાઉ વડોદરાની ફાઇનાન્સીયલ કંપનીમાંથી લોન માટે મીતાલી નામની યુવતીએ કોલ કરી 1 લાખ રૂપિયાની લોન અપાવવાની લાલચ આપી હતી. લોન માટે ડેબિટ કાર્ડની ક્રેડિટ ચેક કરવા માટે મીતાલીએ તેના ભાઇ દક્ષેશને સુરત મોકલાવવાનું કહ્યું હતું. દક્ષેશે યોગેશને રૂબરૂ મળી ડેબિટ કાર્ડ પી.ઓ.એસ મશીન સ્વેપ કરી પીન નંબર એન્ટર કરાવી લિમીટ 50 હજારની હોવાનું કહ્યું હતું. જો કે મીતાલીએ 1 લાખની લોન માટે અરજી કરી છે અને એપ્રૃવલમાં પંદર દિવસ થશે એમ કહી વ્હોટ્સએપ પર લોનના જરૂરી ડોક્યુમેન્ટ્સ મંગાવ્યા હતા. જેના આધારે ભેજાબાજ મીતાલી અને દક્ષેશે યોગેશના નામે કોટક મહિન્દ્રા બેંકમાંથી 50 હજારની કન્ઝ્યુમર લોન લઇ લીધી હતી. જેના હપ્તાનો રૂ. 4585 હોવાનો મેસેજ યોગેશના મોબાઇલ પર આવતા તે ચોંકી ગયો હતો.
https://ift.tt/9EBPlf4 from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ua3E1cH
0 ટિપ્પણીઓ