સુરત,તા. 20 મે 2022,શુક્રવાર
આગામી 25મી મે ના રોજ સુરત શહેરના ચાર મુમુક્ષુઓ બેંગ્લોર ખાતે એક સાથે દીક્ષા લેશે. દીક્ષા સમારોહમાં રાજ્યના 11 મુમુક્ષુઓ જોડાશે. સુરતના બે સગા ભાઇ કલ્પ અને તત્ત્વ એક સાથે સંયમનો ધર્મ અપનાવશે.જ્યારે તેમની સાથે સુરત ના અન્ય બે મુમુક્ષુ વિરતી અને તત્વ પણ દીક્ષા લેશે.
25 મી મે ના રોજ બેંગ્લોરમાં ગુજરાત રાજ્યના 11 મુમુક્ષુઓ માટે ‘સર્વસ્વ સમર્પણ’ નામથી દીક્ષા સમારોહનું આયોજન કરાયું છે. સુરતના 4, વડોદરાના 3, અમદાવાદના 3 સહિત ગુજરાત રાજ્યમાંથી 11 મુમુક્ષુઓ સંયમ માર્ગે પ્રયાણ કરશે.આચાર્ય નરરત્નસૂરીશ્વરની નિશ્રામાં 24 મેના રોજ વર્ષીદાન યાત્રા નીકળશે અને 25 મેના રોજ તમામ મુમુક્ષુઓ એક સાથે દીક્ષા અંગિકાર કરશે. સુરતમાંથી 14 વર્ષી કલ્પ આશિષ મહેતા, 13 વર્ષિય તત્ત્વ આશિષ મહેતા, 15 વર્ષિય તત્ત્વ જીગર શાહ અને 27 વર્ષિય વિરતી નવીન શાહ દીક્ષા લેશે. 27 વર્ષિય વિરતીએ એમકોમ, ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ પૂરો કર્યો છે. સ્ટોક માર્કેટમાં રિસર્ચ એનાલિસીસની નોકરી છોડી દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો છે. જ્યારે કલ્પ અને તત્ત્વ બન્ને સગા ભાઇ, તેમજ માતા-પિતાના બે જ સંતાનો છે. કલ્પે ધો-8 સુધીનો અને તત્ત્વએ ધો-6 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમના પરિવારમાંથી અગાઉ નાના ફોઇની દિકરી, પપ્પાના મામાએ દીક્ષા લીધી છે. જ્યારે તેમના કાકાનો આખો પરિવાર આગામી ડિસેમ્બરમાં દીક્ષા લેશે.બેંગ્લોર ખાતે ભવ્ય મુમુક્ષો માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 2000 થી વધુ લોકો હાજર રહેશે.
https://ift.tt/jQ8sdiA from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/w8F3HDO
0 ટિપ્પણીઓ