પ્રયાગરાજ, તા.17 એપ્રિલ-2023, સોમવાર
ગેંગસ્ટરથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની 15મી એપ્રિલે ગોળી મારી હત્યા કરવામાં આવી. ગોળી વાગ્યા પહેલા અશરફે કહ્યું હતું કે, ‘મેઈન વાત એ છે કે ગુડ્ડૂ મુસ્લિમ...’ અશરફે માત્ર આટલું જ કહ્યા બાદ તુરંત તેના પર ગોળી ચલાવાઈ... હવે એવી અટકળો લગાવાઈ રહી છે કે, જો અશરફે પૂરી વાત કહી હોત તો ઘણા રાજ ખુલી શકતા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે, ગેંગસ્ટર અતીક અહેમદની ગેંગના જેટલા પણ સભ્યો હતા, તેમાંથી સૌથી ચાલાક અને હોશિયાર ગુડ્ડુ મુસ્લિમ ઉર્ફે ગુડ્ડુ ‘બમ બમબાજ’ હતો.
ભારત-નેપાળના ગેંગસ્ટર-બદમાશોને જાણતો હતો ગુડ્ડુ મુસ્લિમ
અતીક અહેમદ અને અશરફ બાદ ગુડ્ડુ મુસ્લિમ ગેંગનો એવો સભ્ય હતો, જે ભારત અને નેપાળના ગેંગસ્ટર અને બદમાશોને જાણતો હતો. ગુડ્ડુ હંમેશા તમામના સંપર્કમાં રહેતો હતો.
અતીકના પૂત્ર અસદની સાથે પણ હતો ગુડ્ડુ
કહેવામાં આવી રહ્યું છે કે, ગુડ્ડુ મુસ્લિમ અતીક અહેમદના પુત્ર અસદ સાથે મેરઠ સુધી સાથે રહ્યો હતો, પરંતુ ગુડ્ડુ મુસ્લિમ સમજી ગયો હતો કે, જો તે અસદની સાથે રહેશે તો તે પણ યુપી STFના સકંજામાં આવી જશે. આ કારણે જ ગુડ્ડુએ અતીક અહેમદના બનેવી ડૉક્ટર અખલાક પાસેથી 50 હજાર રૂપિયા લીધા બાદ તેણે રસ્તો બદલી નાખ્યો હતો, ત્યારબાદ શૂટર ગુલામ મેરઠથી અસરની સાથે રહેવા લાગ્યો...
ગુડ્ડુ મુસ્લિમની નજીક પહોંચી STF
કહેવામાં આવી રહ્યું છે કે, ઉત્તર પ્રદેશ એસટીએફ ગુડ્ડુ મુસ્લિમની નજીક પહોંચી ગઈ છે. ટૂંક સમયમાં તેને ઝડપી લેવામાં આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, ગુડ્ડુ મુસ્લિમ દિલ્હી એનસીઆરમાં ઘણા સ્થળોએ છુપાયેલો રહ્યો... ત્યારબાદ ગુડ્ડુએ મહારાષ્ટ્રના નાસિક, પુણે સહિત ઘણા સ્થલોએ ભાગતો ફરતો હતો. ગુડ્ડુ મુસ્લિના સંબંધો સાઉથના લોકો સાથે ઘણા સારા હોવાનું કહેવાઈ રહ્યું છે, તેથી મળતી માહિતી મુજબ ગુડ્ડુ મુસ્લિમ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ છુપાઈ શકે છે.
https://ift.tt/j2LMezn from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/rEyIAw4
0 ટિપ્પણીઓ