અમદાવાદ, સોમવાર
મહારાષ્ટ્રથી ગુજરાતમાં મોટાપાયે દારૃની સપ્લાય કરનાર ભીમરાવ બ્રધર્સ માટે હિસાબ રાખવાની સાથે સપ્લાયનું કામ સંભાળનાર કિશન કાઠિયાાવાડીને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા નંદુરબારથી ઝડપી લેવામાં આવ્યો હતો. બુટલેગરો માટે હિસાબ રાખવા ઉપરાંત, તે ગુજરાતમાં દારૃનું મોટુ નેટવર્ક ચલાવતો હતો અને અનેક ગુનામાં તે વોન્ટેડ પણ હતો.સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સુરતના માંડવી ખાતે વર્ષ ૨૦૨૦માં પ્રોહીબીશનનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમા મહારાષ્ટ્રના નંદુરબારમાં રહેતા કુખ્યાત બુટલેગર પિન્ટુ ગડરી અને તેના ભાઇ વિશ્વાસ ગડરી તેમજ તેમના માટે મેનેજર તરીકે કામ કરતા જયકિશન ઉર્ફે કિશન કાઠિયાવાડી મહેતા (મુળ રહે.સીતલા ગામ, કાલાવડ, જામનગર) વિરૃદ્વ ગુનો નોંધાયો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને બાતમી મળી હતી કે કિશન કાઠિયાવાડી નંદુરબારના નવાપુર ખાતે છે. જેના આધારે વોચ ગોઠવીને તેને ઝડપી લેવામાં આવ્યો હતો. કિશન કાઠિયાવાડી વિરૃદ્વ નવસારી અને વલસાડમાં પણ પ્રોહીબીશનના ગુનો નોંધવામાં આવ્યા છે.
https://ift.tt/hbrExta
0 ટિપ્પણીઓ