- ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે નિર્ણય લેવાયો
- સવારના 9.00 થી રાત્રિના 8.00 કલાક સુધી અમલ શહેરમાં આખો દિવસ રહેતા ચક્કાજામથી છૂટકારો મળશે
આણંદ શહેરમાં દિન-પ્રતિદિન વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેને લઈ વિવિધ રાજમાર્ગો દિવસ-રાત વાહનોથી ધમધમતા રહે છે. ટ્રાફિકથી ભરચક એવા કેટલાક જાહેર માર્ગ પરથી મોટુ વાહન પસાર થતાં અનેકવાર ટ્રાફિક અવરોધાતો હોય છે. જેને લઈ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે આણંદ શહેર તથા વિદ્યાનગરના કેટલાક માર્ગો ઉપર સવારના ૯.૦૦ થી રાત્રિના ૮.૦૦ કલાક સુધી તમામ પ્રકારના ભારે માલવાહક વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમ અન્વયે મહેન્દ્ર શાહથી ગુજરાતી ચો તરફથી શહેરમાં પ્રવેશતા, એન.એસ. સર્કલ થી લક્ષ્મી ચોકડી તરફથી શહેરમાં પ્રવેશતા, રઘુવીર સીટી સેન્ટરથી કોમ્પ્યુનીટી હોલ તરફથી શહેરમાં પ્રવેશતા, દિપ સર્કલથી બેઠક મંદિર તથા કલ્પના સિનેમા તરફથી શહેરમાં પ્રવેશતા, નવા બસ સ્ટેન્ડથી બેઠક મંદિર તરફથી શહેરમાં પ્રવેશતા, લોટીયા ભાગોળ સર્કલથી ટાવર બજાર તરફથી શહેરમાં પ્રવેશતા તથા અમૂલ ડેરી સર્કલથી સ્ટેશન તરફથી શહેરમાં પ્રવેશતા ભારે માલવાહક વાહનોના સવારના ૯.૦૦ કલાકથી રાત્રિના ૨૦.૦૦ કલાક સુધી પ્રવેશવા ઉપર કાયમી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આણંદ નગર વિસ્તારના રોડ પૈકી આણંદ ગોપાલ ચાર રસ્તાથી રેલ્વે ગોદી તરફ ઝઈ શકાશે પરંતુ રેલ્વે ગોદીથી ગોપાલ ચાર રસ્તા તરફ કોઈપણ વાહનવ્યવહાર કરી શકાશે નહીં. તેવી જ રીતે જુના બસ સ્ટેશનતી ગોકુલ રેસ્ટોરન્ટ તરફ વાહનો જઈ શકશે પરંતુ ગોકુલ રેસ્ટોરન્ટથી જુના બસ સ્ટેશન તરફ કોઈપણ વાહનવ્યવહાર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. આ પ્રતિબંધ સરકારી વાહનો, પ્રવાસી બસો, એમ્બ્યુલન્સ વાન અને ફાયરબ્રિગેડના વાહનોને લાગુ પડશે નહીં તથા આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.
ભારે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવતા બોર્ડ મૂકાયા
અગાઉ પણ આણંદ શહેરના રાજમાર્ગો ઉપર ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે શહેરના મહેન્દ્ર શાહની હોસ્પિટલ, વિદ્યાનગરની જનતા ચોકડી સહિતના કેટલાક સ્થળોએ ભારે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવતા બોર્ડ મુકવામાં આવ્યા હતા. જો કે સમય વીતતા આ જાહેરનામુ માત્ર બોર્ડ ઉપર જ રહી ગયુ હતુ. સાથે સાથે શહેરમાં રાજમાર્ગોની આસપાસ એક-બેકી તારીખ પ્રમાણે પાર્કિંગની વ્યવસ્થા પણ કરાઈ હતી. હાલમાં આ પાર્કિંગ વ્યવસ્થા પણ ખોરવાતા કેટલાક રાજમાર્ગો ઉપર વાહનો આડેધડ પાર્કિંગ કરાતા ટ્રાફિક સમસ્યા વકરી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા પુનઃ જાહેર કરાયેલ આ જાહેરનામુ કેટલુ અસરકારક રહેશે તે તો સમય જ બતાવશે.
https://ift.tt/jRfmM1u
0 ટિપ્પણીઓ