લખનૌ,૧૮ એપ્રિલ,૨૦૨૩,મંગળવાર
યુપીના માફિયા અતીક અહેમદના પુત્ર અસદને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો ત્યાર પછી અતીક અહેમદ અને અશરફને પોલીસની હાજરીમાં ત્રણ યુવાનોએ ગોળીએ દેતા ધર્મ આધારિત એન્કાઉન્ટરનો મામલો ફરી ચગી ચગ્યો છે. ઉત્તરપ્રદેશમાં વિપક્ષો દ્વારા આ મુદ્વો ઉછાળવામાં આવી રહયો છે ત્યારે ઉત્તર પ્રદેશમાં આદિત્યનાથ યોગી સરકારે છેલ્લા ૬ વર્ષમાં પોલીસ કાર્યવાહી દરમિયાન માર્યા ગયેલા ગુનેગારોની યાદી જાહેર કરી છે.
યાદીમાં જણાવ્યા અનુસાર કુલ ૧૮૩નું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે જેમાંથી ૧૨૬ ગુનેગારો હિંદુ અને ૫૭ મુસ્લિમ છે.આમ તો ગુનેગારોનો કોઇ ધર્મ હોતો નથી પરંતુ વિપક્ષીઓ દ્વારા ગુનેગારોમાં ધર્મ શોધવામાં આવે છે એવો ઉત્તરપ્રદેશ ભાજપે આરોપ મુકયો હતો. વિપક્ષોની મંશા ચુંટણીમાં ફાયદો ઉઠાવવાનો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
યુપી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર ૨૦૧૭માં ૨૮ અપરાધીઓનું એન્કાઉન્ટર થયું જેમાં ૧૪ મુસ્લિમ હતા. ૨૦૧૮માં ૪૧ એન્કાઉન્ટર થયા જેમાંથી ૨૭ હિંદુ જયારે ૧૪ નો ધર્મ મુસ્લિમ હતો. ૨૦૨૦માં ૨૬ એન્કાઉન્ટર થયા જેમાંથી ૫ મુસ્લિમ હતા.૨૦૨૧માં પણ ૨૬ એન્કાઉન્ટર થયા જેમાં ૧૯ હિંદુ અને ૭ મુસ્લિમ હતા.૨૦૨૨માં ૧૪ એન્કાઉન્ટર થયા જેમાં એક અપરાધી મુસ્લિમ હતો.
૨૦૨૩માં અત્યાર સુધી ૧૪ અપરાધીઓ મરાયા જેમાંથી અસદ ગુલામ સહિત ૫ મુસ્લિમ હતા. અતીક અહમદનો પુત્ર અસદ ૨૪ ફેબુ્રઆરીના રોજ થયેલા ઉમેશ પાલ મર્ડર કેસનો મુખ્ય આરોપી હતો. ઉમેશપાલનું મર્ડર કર્યા પછી ફરાર હતો. અસદની બાતમી આપીને પકડાવનારને ૫ લાખ રુપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. યુપી પોલીસને એવા ઇનપૂટ મળ્યા હતા કે અતિક અહેમદને છોડાવવા માટે પુત્ર અસદનો કાફલો હુમલો કરી શકે છે.
ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલી સાબરમતિ જેલમાં પુરાયેલા અતિકને ખટલો ચલાવવા માટે પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો.ઇનપૂટ મુજબ જયારે પોલીસ અસદને પડકારતા પોલીસ પર જ ફાયરિંગ શરુ કર્યુ હતું.ઉમેશ પાલ મ્રર્ડર કેસના તમામ આરોપીઓના ચહેરા સીસીટીવી ફૂટેજમાં મળી આવ્યા હતા.
યુપી સરકારે ભાગતા ફરતા રહીને મોકો જોઇને પોલીસને પડકારતા માફિયા તત્વો પર કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. જે ગુનેગારો છે, જે માફિયા છે એ કોઇ પણ હોય બક્ષવામાં નહી આવે એવી જીરો ટોલરન્સ નીતિની જાહેરાત કરી છે. અતિક અને અશરફને હેલ્થ ચેક અપ માટે હોસ્પિટલ લઇ જવાતા હતા ત્યારે મીડિયાના કેમેરાની હાજરીમાં ત્રણ શખ્સોએ શૂટ આઉટ કરતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલો ઉઠી રહયા છે.
https://ift.tt/5DglO6v from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/hi8Pzd4
0 ટિપ્પણીઓ