- કોરોના : 4,48,27,226 કેસ નોંધાયા
- સંક્રમણ દર વધીને 8.40%, 6313 સાજા થયા તે સામે 9111 નવા કેસ નોંધાયા : કુલ મૃત્યુ આંક 5,31,141 થયો
નવી દિલ્હી : દેશમાં કોરોના એકધારી ગતિએ વણથંભ્યો વ્યાપી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કુલ એકિટવ કેસ ૬૦ હજારને પાર ગયા છે. ૨૭નાં મૃત્યુ થયા છે. સક્રિય કેસ ૬૦૩૧૩ નોંધાયા છે.
આ માહિતી આપતાં કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય જણાવે છે કે સોમવારે સવારે સવા આઠ સુધીમાં પ્રાપ્ય માહિતી પ્રમાણે દેશભરમાં મળીને કુલ ૪૪૮૨૭૨૨૬ કોરોના કેસ નોંધાયા છે. લગભગ રોજેરોજ કોરોનાના વેરિયર ઓમીક્રોનના પણ નવા નવા સબ વેરિયન્ટસ મળતા રહે છે. તે પૈકીના અનેક વેરિયટન્સ તો ઔષધીઓને પણ ગણકારતા નથી.
સૌથી વધુ ચિંતાજનક વાત તો કાનપુર આઈઆઈટીના પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલે કરી છે. તેઓ કહે છે કે, મે મહિના સુધીમાં કોવિડ ટોચ ઉપર પહોંચશે. મેથેમેટિકસ મોડેલ ઉપરથી તેઓ જણાવે છે કે જે રીતે કોરોના સંક્રમણની ગતિ વધી રહી છે તે જોતાં મે મહિનામાં રોજના ૫૦ થી ૬૦ હજાર (ફરી એકવાર રોજના) કોરોના કેસો નોંધાવાની ભીતિ રહેલી છે.
તે ભૂલવું ન જોઈએ કે અત્યારે જ દેશમાં ૧૦ હજારથી વધુ (૧૦,૦૯૩) કેસ રવિવારે નોંધાયા હતા. તે આંક મે ના મધ્ય સુધીમાં પાંચ થી છ ગણો વધી રોજના ૫૦ થી ૬૦ હજાર કેસ નોંધાવાની ભીતી રહેલી છે.
સ્વીકાર્ય છે કે સરકાર અસામાન્ય અને અથાક પ્રયત્નો કરે છે. પરંતુ આ તો આભ ફાટયું છે ત્યાં થીગડું ક્યાં દેશો ? તેવા હાલ થઈ ગયા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૪.૯૪% હતો તે એકાએક વધીને ૮.૪૦ ટકા થઈ ગયો છે.
આરોગ્ય મંત્રાલય અથાક પ્રયત્નો કરે છે. ઔષધ નિર્માણ કંપનીઓની અને સરકાર હસ્તકની પ્રયોગશાળાઓમાં રહેલા તબીબી-વિજ્ઞાાનીઓ જુદી જુદી રસી શોધવા રાત-દિવસ એક કરે છે. છતાં કોરોના તેનો ઓમીક્રોન વેરિયન્ટ અને તેના સબ વેરિયટન્સ રસીઓને પણ ગણકારતાં નથી. દેશ ઉપર જાણે કે કોરોનાનો કાળ ફરી વળ્યો છે. હજી સુધીમાં ૬૩૧૩ દર્દીઓ સાજા થયા છે. તે સામે ૯૧૧૧ નવા કેસો નોંધાયા છે. જ્યારે કુલ મૃત્યુ આંક ૫,૩૧,૧૪૧ થયો છે.
કોરોનાને લીધે સૌથી વધુ મૃત્યુ ગુજરાતમાં નોંધાયા છે. ગુજરાતમાં ૬નાં મૃત્યુ થયાં છે.
તે પછી યુપીમાં ૪, દિલ્હી ૩, રાજસ્થાન ૩, મહારાષ્ટ્ર ૨, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કેરલ અને તમિલનાડુ દરેકમાં એક એક મૃત્યુ કોરોનાને લીધે નોંધાયા છે. અન્ય વિસ્તારોમાં બીજા ૩ મૃત્યુ નોંધાતા કુલ ૨૭નાં મૃત્યુ એક જ દિવસમાં નોંધાયા છે.
ભીતિ તો તે સેવાય છે કે કોરોનાનો કાળી નાગ નાથવો અસંભવ સમાન બની રહેલ છે.
https://ift.tt/a9idNx7 from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/mnerCvK
0 ટિપ્પણીઓ