- બાળકોના જાતીય શોષણને ઉત્તેજન આપતાં એકાઉન્ટ્સ પર પ્રતિબંધ
- આતંકીઓને પ્રોત્સાહન આપતાં 1548 એકાઉન્ટ પણ બંધ કરાયા
નવી દિલ્હી : ટ્વિટરે ભારતમાં બાળકોના જાતીય શોષણ અને સંમતિ વિના નગ્નતાને પ્રોત્સાહન આપતાં ૬,૮૨,૪૨૦ એકાઉન્ટ પર જાન્યુઆરી ૨૬થી ફેબુ્રઆરી ૨૫ વચ્ચે પ્રતિબંધ મુકી દીધો હતો. આ ઉપરાંત ટ્વિટરે આતંકવાદને પ્રોત્સાહન આપતાં બીજા૧,૫૪૮ એકાઉન્ટને પણ બંધ કરી દીધાં છે.
નવા આઇટી રૂલ્સ ૨૦૨૧ હેઠળ ટ્વિટરે તેના નિયમપાલનના માસિક અહેવાલમાં જણાવ્યું હતું કે આ સમયગાળામાં ભારતમાં વપરાશકારો તરફથી ૭૩ ફરિયાદો મળી હતી. ટ્વિટરને એકાઉન્ટ બંધ કરવા સામે ૨૭ ફરિયાદો મળી હતી જેનો નિકાલ કરવામાં આવ્યો હતો. કંપનીએ જણાવ્યું હતું કે અમે સ્થિતિનું પુનરવલોકન કરીને એકાઉન્ટ સસ્પેશનને લગતી ૧૦ ફરિયાદો નો નિકાલ કરી તેમના એકાઉન્ટ બહાલ કર્યા હતા જ્યારે બાકીના એકાઉન્ટને સસ્પેન્ડ જ રાખ્યા હતા.
નવા આઇટી રૂલ્સ ૨૦૨૧ હેઠળ ૫૦ લાખ કરતાં વધારે વપરાશકારો ધરાવતાં ડિજિટલ અને સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ્સને દર મહિને નિયમપાલનનો રિપોર્ટ પ્રકાશિત કરવો પડે છે. ટ્વિટર દ્વારા હવે પહેલી એપ્રિલથી બ્લુ બેજ વેરીફિકેશન માટે મહિને ૯૦૦ રૂપિયા અથવા વર્ષે ૯૪૦૦ રૂપિયા ચાર્જ કરવાનું નક્કી કર્યું છે. આ ચાર્જ ચૂકવનારાને વધારાના લાભ તરીકે ટ્વિટ એડિટ કરવાની અને લાંબી પોસ્ટ કે વિડિયો મૂકવાની પણ સુવિધા આપવામાં આવી છે.
ઇલન મસ્કની આગેવાની હેઠળ ટ્વિટર નફો કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે આ એકાઉન્ટ બંધ કરવાનો નિર્ણય કંપનીના નફા રળવાના પ્રયાસો પર પાણી ફેરવી નાંખે તેવી શક્યતા છે. ટ્વિટર સહિત ઘણા અન્ય ડિજિટલ અને સોશ્યલ પ્લેટફોમ્સ ર્ દ્વારા ખર્ચ ઘટાડવાના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં કર્મચારીઓની મોટાપાયે છટણી પણ કરવામાં આવી છે.
https://static.gujaratsamachar.com/content_image/content_image_13925f56-93d7-48cb-bb61-d1932f602910.jpeg from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Psu3Dbe
0 ટિપ્પણીઓ