જર્મન લેનારા આર્ટસના વિદ્યાર્થીઓ રેગ્યુલરની જગ્યાએ એટીકેટીની પરીક્ષા આપશે

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં વૈકલ્પિક વિષય તરીકે જર્મન લેનારા એસવાયના વિદ્યાર્થીઓને અધ્યાપકોના અભાવે રેગ્યુલરની જગ્યાએ એટીકેટીની પરીક્ષા દરમિયાન જર્મન વિષયની પરીક્ષા આપવાનો વારો આવ્યો છે.

મળતી વિગતો પ્રમાણે એસવાયના ૨૦ જેટલા વિદ્યાર્થીઓએ એલાઈડ સબજેકટ(વૈકલ્પિક વિષય)તરીકે જર્મનની પસંદગી કરી છે.જોકે જાન્યુઆરી મહિનામાં પરીક્ષા હતી ત્યારે વિદ્યાર્થીઓને અધ્યાપકોના અભાવે એટીકેટીની પરીક્ષા લેવાય તે દરમિયાન પરીક્ષા આપવા માટ ેકહેવાયુ હતુ.

આમ હવે એટીકેટીની પરીક્ષા દરમિયાન આ  વિદ્યાર્થીઓ નિયમિત પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓએ ફોર્મ પણ ભરી દીધા છે.જોકે વિદ્યાર્થીઓને ટેન્શન એ વાતનુ છે કે, એટીકેટી દરમિયાન પરીક્ષા આપવાથી પરિણામમાં એટીકેટી તો લખાઈને નહીં આવે ને?

ઉલ્લેખનીય છે કે, જર્મન વિભાગમાં અધ્યાપકો નહીં હોવાના કારણે તાજેતરમાં અહીંયા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આંદોલન કર્યુ હતુ.



https://ift.tt/9XQiIHB

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ