ગોલ્ડ લોનનું કામ કરતો ડભોઇનો યુવાન એક સપ્તાહથી લાપત્તા

વડોદરા, તા.17 ડભોઇનો યુવાન ગોલ્ડ લોનના કામ માટે નીકળ્યા બાદ છેલ્લા એક સપ્તાહથી લાપત્તા થઇ ગયો છે.

આ અંગેની વિગત એવી છે કે ડભોઇમાં ઝારોલાવગામાં રહેતો ૨૯ વર્ષનો તેજસ લક્ષ્મણભાઇ પિઠવા હાંડોદ ખાતેની ગોલ્ડ લોનનું કામ કરતી કંપનીમાં નોકરી કરે છે. તા.૧૧ના રોજ સવારે તે ગોલ્ડ લોન ફાઇનાન્સની કામગીરી માટે ઓફિસના ઓર્ડર મુજબ અલગ-અલગ જગ્યાએ કામ માટે પોતાની બાઇક લઇને નીકળ્યો  હતો.

મોડી સાંજે તેજસ ઘેર પરત નહી ફરતાં તેની પત્ની વર્ષાબેને તપાસ કરી હતી પરંતુ તેજસનો કોઇ પત્તો લાગ્યો ન હતો. ત્રણ દિવસ સુધી તેની શોધખોળ કર્યા બાદ આખરે પત્નીએ ડભોઇ પોલીસમાં ફરિયાદ થતાં પોલીસ દ્વારા તેજસની શોધખોળ હાથ ધરવામાં આવી છે.





https://ift.tt/z5Rd3lD

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ