મકાનમાં રહેવું હોય તો બે લાખ આપવા જ પડશે તેમ કહી યુવકને માર માર્યો

અમદાવાદ, ગુરૂવાર

સરદારનગર સિંધી કોલોનીમાં રહેતા વેપારીની માતાનું આંબાવાડી ખાતે બીજુ મકાન આવેલું છે. જો કે આંબાવાડીમાં રહેતા મનીષ ડી જે નામના માથાભારે વ્યક્તિએ વેપારી અને તેના ભાઇને ધમકી આપી હતી કે આંબાવાડીના મકાનમાં રહેવું હોય તો બે લાખ રૂપિયા આપવા પડશે. જો  કે વેપારીએ નાણાં આપવાની ના પાડતા માથાભારે તત્વોએ છરી વડે હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.સરદારનગર સિંધી કોલોની ખાતે રહેતો રવિ ગોપલાણી કાલુપુર રેવડી બજારમાં વ્યવસાય કરે છે.  તેમનું બીજુ મકાન સરદારનગર આંબાવાડીમાં આવેલું છે. જે તેની માતાના નામે છે.ગુરૂવારે રાતના સાડા બાર વાગે રવિ અને તેના ભાઇ હની સાથે આંબાવાડી વિસ્તારમાં આવેલા મેડીકલ સ્ટોર પર ગયો હતો. આ સમયે ત્યાં આંબાવાડીમાં જ રહેતો મનીષ ડી જે નામનો વ્યક્તિ અન્ય બે વ્યક્તિ સાથે આવ્યો હતો અને તેણે રવિને બોલાવીને ધમકી આપી હતી. આંબાવાડીનું મકાન મારૂ છે અને જો અહીયા રહેવું હોય તો ેબે લાખ રૂપિયા આપવા પડશે. જો કે રવિએ કહ્યું હતું આ મકાન તેેની માતાનું છે. જેથી શેના નાણાં આપવાના પરંતુ, મનીષ ડીજે રવિને માર મારવાનું શરૂ કરી દીધું હતુ અને તેની સાથે રહેલા વ્યક્તિએ છરી કાઢીને હુમલાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ સમયે આસપાસના લોકો દોડી આવતા ત્રણેય જણા ધમકી આપીને નાસી ગયા હતા. આ અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

 



https://ift.tt/aMyIrV0

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ