વડોદરા,પાણીગેટ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન પાણીગેટ બાવચાવાડમાં એક મહિલા હાથમાં પ્લાસ્ટિકની થેલી લઇને જતી હોવાથી પોલીસને શંકા ગઇ હતી.પોલીસે તેની ઉભી રાખી તપાસ કરતા તેની પાસેથી વિદેશી દારૃની ૨૫ બોટલ મળી આવી હતી.જેથી,પોલીસે મહિલા આરતીબેન ગોપાલભાઇ ભટ્ટ (રહે.સ્લમ ક્વાટર્સ, બાવચાવાડ, પાણીગેટ)ની સામે પ્રોહિબીશનનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
જ્યારે અન્ય એક બનાવમાં વાઘોડિયા રોડ પૂનમ કોમ્પલેક્સ પાસે ઉમંગ પાર્કમાં રહેતા ચેતન પરશુરામ કહારને વિદેશી દારૃની ૬ બોટલ સાથે પાણીગેટ પોલીસે ઝડપી લીધો હતો.
https://ift.tt/e4SNnxl
0 ટિપ્પણીઓ