વડોદરાની ૩૪૧ સ્કૂલોમાં આરટીઈ હેઠળ ધો.૧માં પ્રવેશ અપાશે

વડોદરાઃ રાજ્યની ખાનગી સ્કૂલોમાં રાઈટ ટૂ એજ્યુકેશન એકટ હેઠળ ધો.૧માં પ્રવેશ માટેના ઓનલાઈન ફોર્મ ભરવાનો પ્રારંભ તા.૧૦ એપ્રિલથી થશે.આ વખતે વડોદરા શહેરમાં આરટીઈ હેઠળની બેઠકો વધે તેવી શક્યતા છે.

જાણકારોના કહેવા પ્રમાણે ધો.૧માં આરટીઈ હેઠળ ગત વર્ષે ૩૭૬૮ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.આરટીઈ હેઠળ ખાનગી સ્કૂલમાં ધો.૧ની કુલ બેઠકોના ૨૫ ટકા બેઠકો પ્રવેશ માટે અનામત રાખવામાં આવતી હોય છે.કોરોનાના બે વર્ષ દરમિયાન ધો.૧માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હતી અને એ પછી ગત વર્ષથી પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે.આરટીઈ હેઠળ આ વખતે શહેરની સ્કૂલોમાં ૮૦૦ જેટલી બેઠકો વધી શકે તેવો અંદાજ છે.

આ વખતે ૨૨ એપ્રિલ સુધી ફોર્મ ભરવાનો સમય અપાયો છે.આમ વાલીઓને ફોર્મ ભરવા માટે ૧૩ દિવસનો સમય મળશે.ફોર્મ ભરવાની સાથે જ અરજીઓની ચકાસણી પણ કરવામાં આવશે.જે વાલીઓની અરજી નામંજૂર થઈ હશે તેમને ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે તા.૨૫ થી ૨૭ એપ્રિલ સુધીનો સમય આપવામાં આવશે.જેની ચકાસણી તા.૨૯ એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

આરટીઈ હેઠળ પણ એવા જ વિદ્યાર્થીને ધો.૧માં પ્રવેશ મળશે જેના ૬ વર્ષ તા.૧ જૂને પૂરા થયા હોય.સરકારે અત્યારથી જ આ બાબતની સ્પષ્ટતા કરી દીધી છે.સાથે સાથે જે વાલીઓ આવકવેરો ભરતા નથી તેમણે અમારી રકમ આવકવેરાને પાત્ર થતી નથી તેવુ સેલ્ફ ડિકલેરેશન આપવુ પડશે.




https://ift.tt/OYPEUSi

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ