સુરેન્દ્રનગર જિલ્લાના 56 કેન્દ્રો પર 16,260 ઉમેદવારો પરીક્ષા આપશે


- રવિવારે યોજાનાર જુનિયર કલાર્કની પરીક્ષામાં

- વર્ગખંડ લોબી, મેદાન વગેરે તમામ જગ્યાઓ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી

સુરેન્દ્રનગર : આગામી તારીખ ૯ એપ્રિલના રોજ રાજ્યભરમાં જુનિયર કલાર્ક (વહીવટ-હિસાબ) ની પરીક્ષા યોજાનાર છે. સુરન્દ્રનગર જિલ્લામાં આ પરીક્ષાના આયોજન સંદર્ભે યોજાયેલ પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા કલેકટર કે.સી.સંપટે જણાવ્યુ હતુ કે ૯ એપ્રિલના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ૫૬ પરીક્ષા કેન્દ્રો ખાતે બપોરે ૧૨-૩૦ થી ૧-૩૦ કલાક સુધી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત સેવાની વર્ગ-૩ સંવર્ગની જુનિયર કલાર્ક (વહીવટ-હિસાબી) ની પરીક્ષા યોજાશે. અન્ય જિલ્લાના કુલ ૧૬,૨૬૦ ઉમેદવારો સુરેન્દ્રનગર ખાતેથી આ પરીક્ષા આપશે.

પરીક્ષાના કુલ ૫૬ કેન્દ્રોમાં તમામ વર્ગખંડ લોબી, મેદાન વગેરે તમામ જગ્યાઓ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે લેખીત સ્પર્ધાત્મક પરીક્ષાનું સુચારૂ આયોજન અને સંચાલન  થાય  ઉમેદવારો વિશ્વાસ પુર્વક અને નિર્ભયપણે પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કોઈપણ પ્રકારની ગેરરીતી ન થાય તે માટે પોલીસ ડિપ્લોયમેન્ટ પ્લાન સહિતનું સઘન આયોજન કરવામાં આવ્યુ છે. પરીક્ષામાં સફળતાપુર્વક સંપન્ન થાય તે માટેના નિયત ર્જીંઁ અનુસાર ૫૬ બોર્ડ પ્રતિનીધી, ૫૬ કન્દ્ર સંચાલકો, ૫૪૨ વર્ગખંડ નિરીક્ષકો ૧૮૧ સુપરવાઈઝરો, ૫૬ સીસીટીવી ઓબ્ઝર્વેર, ૧૭ રૂટ સુપરવાઈઝર-આસીસ્ટન્ટ સુપરવાઈઝર, ૧૭ વિડીયોગ્રાફર, એસ.ડી એમ. નાયબ કલેકટર કક્ષાના જિલ્લા ઓબ્ઝર્વર સહિત તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓના વડપણ હેઠળ કુલ ૧૭ ફલાઈંગ સ્કવોડ તથા ૪૮૨ પોલીસ વિભાગના અધિકારી-કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવી છે. વધુમાં તેમણે ઉમેર્યુ હતુ કે ઉમેદવારોનું પરીક્ષા કેન્દ્ર ખાતે ચેકીંગ કરવા બાબતે કેન્દ્ર દીઠ ૨ મહિલા પોલીસ તથા ૨ પુરૂષ પોલીસ તેમજ પરીક્ષા કેન્દ્ર તથા ટ્રાફીક વ્યવસ્થા બાબતે અન્ય ૨ પોલીસ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પરીક્ષામાં કોલ લેટર, પેન, આઈડીપ્રુફ સિવાય કોઈપણ ચીજવસ્તુ પરીક્ષા ખંડમાં લઈ જઈ શકાશે નહી. પરીક્ષા માટે ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર ખાતે સવારે ૧૧-કલાકથી ૧૨ કલાક સુધી પ્રવેશ મેળવી લેવાનો રહેશે. વધુમાં તેમણે જિલ્લાવાસીઓને પરીક્ષા અન્વયે સહકાર આપવા અનુરોધ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પરીક્ષા સંદર્ભે કોઈ મુંઝવણ હોય તો જિલ્લાની હેલ્પલાઈન નંબર ૦૨૭૫૨-૨૮૨૦૧૯ તથા ૦૨૭૫૨-૨૮૩૭૫૨ પર સંપર્ક કરી શકાશે.



https://ift.tt/Pkv8p4t

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ